Atiq Ahmed Murder: અતીક અહેમદના મોત બાદ પુત્ર અલી આઘાતમાં, નૈની જેલમાં તબિયત લથડી
એવુ માનવામાં આવે છે કે શનિવારે રાત્રે તેના પિતા અને કાકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારથી તે પણ આઘાતમાં હશે. આ કારણે તેની તબિયત બગડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પ્રયાગરાજમાં શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાથી અતીકનો આખો પરિવાર આઘાતમાં છે. ત્યારે તાજેત્તરમાં સમાચાર સામે આવી રહ્યા છે કે અતીકના મોટા પુત્ર અલીની તબિયત બગડી છે. જેલની મેડિકલ ટીમ બેરેકમાં જ અલીની સારવાર કરી રહી છે. અલી પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
એવુ માનવામાં આવે છે કે શનિવારે રાત્રે તેના પિતા અને કાકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારથી તે પણ આઘાતમાં હશે. આ કારણે તેની તબિયત બગડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
હુમલાખોરો પત્રકાર બનીને આવ્યા હતા
જણાવી દઈએ કે જે સમયે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કરવામાં આવી હતી એટલે કે શનિવારે રાત્રે બંનેને પોલીસ કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. તે જ સમયે નકલી પત્રકાર બનીને આવેલા ત્રણ હુમલાખોરોએ અતીક અહેમદ અને અશરફ અહેમદ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
હત્યા બાદ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા
હુમલો એટલો નજીકથી કરવામાં આવ્યો હતો કે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણ હુમલાખોરોએ અતીક અને અશરફની હત્યા કર્યા બાદ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. આ પછી ત્રણેય હુમલાખોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
કોઈ સામે 15થી વધુ કેસ, તો કોઈ 12 વર્ષથી ફરાર
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ ગુનેગારો, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ ત્રણેય આરોપીઓ યુપીના અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. સની હમીરપુર, અરુણ ઉર્ફે કાલિયા કાસગંજ અને લવલેશ તિવારી અતીક હત્યા કેસમાં સંડોવાયેલા બાંદા જિલ્લાના રહેવાસી છે. પકડાયેલ ત્રણેય હત્યારાઓની સાથે બીજા બે પણ હત્યાના કાવતરામાં સામેલ હોવાનું જણાઈ રહ્યું છે.
આરોપી સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારા શહેરનો રહેવાસી છે. તે કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે, જેની હિસ્ટ્રી શીટ નંબર 281A છે. તેની સામે લગભગ 15થી વધુ કેસ નોંધાયેલા છે. બીજો આરોપી કાસગંજનો અરુણ ઉર્ફે કાલિયા પણ અતીક-અશરફ હત્યા કેસમાં સામેલ હતો. તે સોરોન પોલીસ સ્ટેશન વિસ્તારના બઘેલા પુખ્તાનો રહેવાસી છે. અરુણના પિતાનું નામ હીરાલાલ જણાવવામાં આવી રહ્યું છે. તે છ વર્ષથી બહાર રહેતો હતો. તેના માતા-પિતાનું લગભગ 15 વર્ષ પહેલા અવસાન થયું હતું.
આ સિવાય અન્ય આરોપી લવલેશ તિવારી છે. તે કોતવાલી શહેરના ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે તે શું કરે છે ક્યા જાય છે તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી. તે ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો. 5-6 દિવસ પહેલા જ બાંદા આવ્યો હતો. લવલેશ અગાઉ એક કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…