હિમાચલ પ્રદેશના નવા સીએમ તરીકે સુખવિંદર સિંહના નામની જાહેરાત, મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ,આવતી કાલે લેશે શપથ
હિમાચલ પ્રદેશમા મુખ્યપ્રધાન પદના નામ માટે બે દિવસથી ચાલી રહેલા મંથનનો અંત આવ્યો છે. જેમાં હવે સુખવિંદર સિંહ સુખુ રાજ્યના નવા સીએમ હશે. તેની બાદ સુખવિંદર સિંહ સુખુ અને મુકેશ અગ્નિહોત્રીના નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા હતા. જ્યારે હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામ પર પોતાની મહોર લગાવી દીધી છે.

હિમાચલમાં નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રસ મોવડી મંડળે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી છે.હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે 68 બેઠકમાંથી 40 બેઠકો જીતી છે. વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થયું હતું અને ગુરુવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ શુક્રવારે, હિમાચલ પ્રદેશમાં AICC પ્રભારી રાજીવ શુક્લા સાથે નિરીક્ષકો રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા હતા અને પક્ષના વિજેતા ધારાસભ્યોની યાદી સોંપીને સરકાર રચવાનો દાવો કરવા માટે સમય માંગ્યો હતો.
હિમાચલ પ્રદેશમા મુખ્યપ્રધાન પદના નામ માટે બે દિવસથી ચાલી રહેલા મંથનનો અંત આવ્યો છે. જેમાં હવે સુખવિંદર સિંહ સુખુ રાજ્યના નવા સીએમ હશે. આ પૂર્વે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર થઈ ગયા હતા. તેની બાદ સુખવિંદર સિંહ સુખુ અને મુકેશ અગ્નિહોત્રીના નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યા હતા. જ્યારે હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામ પર પોતાની મહોર લગાવી દીધી છે. જ્યારે મુકેશ અગ્નિહોત્રીને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની તક મેળવીને ખુશ છે: રાજીવ શુક્લા
કોંગ્રેસ પક્ષમાં જૂથવાદને નકારી કાઢતા શુક્લાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય દળના નેતાના પદ માટે કોઈ નામ બહાર આવ્યું નથી અને ધારાસભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે પક્ષના નેતૃત્વએ તેના પર નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવવાની તક મેળવીને ખુશ છે અને લોકોને આપવામાં આવેલી 10 ગેરંટી પૂરી કરવા અને વધુ સારું શાસન પ્રદાન કરવા માટે તમામ પ્રયાસ કરશે.
કોંગ્રેસ બહુમતી સાથે વિધાનસભા ચૂંટણી જીતી છે: કરણ સિંહ દલાલ
આ પહેલા રાજીવ શુક્લા બઘેલ અને હુડ્ડા સાથે રાજ્યપાલને મળ્યા હતા અને તેમને પાર્ટીના વિજેતા ઉમેદવારોની યાદી સોંપી હતી. હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહ દલાલે રાજ્યપાલને મળેલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળનો ભાગ હતા. તેમણે પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, યાદી આપતી વખતે તેમણે કહ્યું હતું કે, અમે સરકાર બનાવવાનો દાવો કરવા માટે સમય માંગવા આવ્યા છીએ. પાર્ટીએ બહુમતી સાથે વિધાનસભા ચૂંટણી જીતી છે.
નિરીક્ષકો રાજ્યપાલને મળવા જાય તે પહેલા રાજ્ય કોંગ્રેસના વડા પ્રતિભા સિંહના સમર્થકોએ તેમના વાહનને એક હોટલ પાસે ઘેરી લીધું હતું. સૂત્રોચ્ચાર કરતા તેમણે કહ્યું કે આગામી મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પરિવારમાંથી હોવા જોઈએ. કોંગ્રેસ કાર્યાલયની બહાર પણ આવા જ સૂત્રોચ્ચાર થયા હતા.