AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં ‘હડતાળ’! બેંકિંગ સેવાઓ પર વાગશે ‘બ્રેક’, કામકાજ વહેલા પતાવી લેજો

આ મહિનાના અંતમાં બેંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે, કારણ કે કર્મચારીઓના યુનિયન દ્વારા બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ હડતાળ 25 અને 26 મેના રોજ યોજાશે.

Breaking News: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં 'હડતાળ'! બેંકિંગ સેવાઓ પર વાગશે 'બ્રેક', કામકાજ વહેલા પતાવી લેજો
| Updated on: May 10, 2026 | 7:01 PM
Share

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં આ મહિનાના અંતમાં બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. કર્મચારીઓના યુનિયન દ્વારા બે દિવસની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ 25 અને 26 મેના રોજ થવાની છે. આ પહેલા 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાને કારણે બેંકો સતત ચાર દિવસ બંધ રહી શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને બ્રાન્ચ સાથે જોડાયેલા કામોમાં મુશ્કેલી પડી શકે છે. જો કે, ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે.

ચાર દિવસ સુધી બંધ રહી શકે છે ‘બ્રાન્ચ’

SBI ની શાખાઓ 23 મે થી 26 મે સુધી સતત બંધ રહેવાની શક્યતા છે. 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાને લીધે અગાઉથી જ રજા હોય છે. ત્યારબાદ 25 અને 26 મેના રોજ હડતાળ હોવાથી કામકાજ ઠપ્પ રહી શકે છે. આ કારણે ગ્રાહકોએ બેંક જઈને કરવા પડતા કામો ટાળવા પડી શકે છે, ખાસ કરીને રોકડ જમા કરાવવી અને ઉપાડ જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

કર્મચારી યુનિયન દ્વારા હડતાળની જાહેરાત

ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશને (AISBISF) કર્મચારીઓની માંગણીઓને લઈને આ હડતાળની જાહેરાત કરી છે. યુનિયનનું કહેવું છે કે, લાંબા સમયથી ઘણા પ્રશ્નો પડતર છે જેના પર ધ્યાન આપવામાં આવ્યું નથી. આમાં સ્ટાફની અછત, સેવાની શરતો અને ભરતી સંબંધિત સમસ્યાઓ જોડાયેલી છે. યુનિયનનો આરોપ છે કે, અગાઉ થયેલા કરારોનો પણ પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો નથી.

અનેક માંગણીઓને લઈને વધ્યો વિવાદ

યુનિયને કુલ 16 માંગણીઓ મૂકી છે, જે કર્મચારીઓ સાથે જોડાયેલા અલગ-અલગ મુદ્દાઓ પર આધારિત છે. આમાં સપોર્ટ સ્ટાફની ભરતી વધારવા અને સુરક્ષા કર્મચારીઓની સંખ્યામાં સુધારો કરવાની માંગ જોડાયેલ છે. સાથે જ પગારની અસમાનતા દૂર કરવાની વાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓના તબીબી લાભો અને કામકાજની સ્થિતિમાં સુધારાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

પેન્શન અને ભરતીને લઈને પણ નારાજગી

યુનિયને પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફારની પણ માંગ કરી છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ વધુ લવચીકતા અને સારા લાભો આપવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય કરિયર ગ્રોથમાં સુધારો અને પેન્શન ગણતરીમાં ફેરફારની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. નીચલા સ્તરના પદો પર ભરતી ઘટવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ગ્રાહકો પર શું અસર પડશે?

જો હડતાળ થાય છે તો ગ્રાહકોને બેંક બ્રાન્ચ સાથે જોડાયેલી સેવાઓમાં મુશ્કેલી પડી શકે છે. કેશ ટ્રાન્ઝેક્શન, ચેક ક્લિયરન્સ અને બીજા કામો પ્રભાવિત થઈ શકે છે. જો કે, ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે પરંતુ બેકએન્ડ પ્રોસેસિંગ ધીમી થવાને કારણે કેટલાક ટ્રાન્ઝેક્શનમાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને અગાઉથી જ જરૂરી કામો પતાવી લેવાની સલાહ આપવામાં આવી રહી છે.

PFના પુરા રુપિયા મળશે, બસ અપનાવો આ સિક્રેટ ટ્રિક, EPFO ​​એક પણ રૂપિયો કાપી શકશે નહીં!

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">