Kerala Corona Update: વધુ સંક્રમણવાળા વિસ્તારોમા લાગુ થશે કડક પ્રતિબંધો, છેલ્લા 24 કલાકમાં 152 લોકોના મોત

|

Sep 19, 2021 | 11:30 PM

કેરળ રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવકુટ્ટીએ (Education Minister V Sivankutty) દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર શાળાઓ ફરીથી ખોલવાની યોજના ઘડવાની પ્રક્રિયામાં છે અને તે 15 ઓક્ટોબર પહેલા મુખ્યમંત્રી વિજયનને સુપરત કરશે.

Kerala Corona Update: વધુ સંક્રમણવાળા વિસ્તારોમા લાગુ થશે કડક પ્રતિબંધો, છેલ્લા 24 કલાકમાં 152 લોકોના મોત
ફાઈલ ફોટો

Follow us on

કેરળના એવા વિસ્તારોમાં જ્યાં કોરોના વાઈરસ સંક્રમણનો (Coronavirus Infection) ફેલાવો વધારે છે. ત્યાં ખાસ કરીને કડક લોકડાઉન પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય સચિવ વી.પી.જોય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જે વિસ્તારોમાં ‘વીકલી ઈન્ફેક્શન પોપ્યુલેશન રેશિયો’ (WIPR) 10થી વધુ છે, ત્યાં કડક પ્રતિબંધો લાગુ પડશે.

 

આદેશ મુજબ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દર અઠવાડિયે આવા સ્થળોની ઓળખ કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી વેબસાઈટ અને અન્ય માધ્યમથી આપવામાં આવશે. આદેશ અનુસાર આ પછી જિલ્લા કલેક્ટર સૂચનાઓ અનુસાર સૂક્ષ્મ પ્રતિબંધિત વિસ્તારોને સૂચિત કરશે અને ત્યાં લોકડાઉન પ્રતિબંધ લાદશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ મહત્વનું છે કારણ કે રાજ્યમાં 4 ઓક્ટોબરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 1 નવેમ્બરથી શાળાઓ ખોલવાની યોજના તૈયાર કરી રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવકુટ્ટીએ દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર શાળાઓ ફરીથી ખોલવાની યોજના ઘડવાની પ્રક્રિયામાં છે અને 15 ઓક્ટોબર પહેલા મુખ્યમંત્રી વિજયનને સુપરત કરશે.

 

એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે 4 ઓક્ટોબરે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પરત આવતા વિદ્યાર્થીઓ માટે કોવિડ -19 રસીની ઓછામાં ઓછો એક ડોઝ ફરજિયાત કર્યો છે. આ દરમિયાન રાજ્યએ સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ પુખ્ત વયના (18 વર્ષથી વધુ ઉંમરના લોકો) લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવાની તેની યોજના જાહેર કરી છે.

 

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોએ જીવ ગુમાવ્યા 

રવિવારે, રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણના 19,653 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ મહામારીને કારણે 152 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, આ સાથે રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 45,08,493 થયા છે અને મૃત્યુઆંક 23,591 પર પહોંચી ગયો છે. હાલ કેરળમાં કોવિડ -19ના 1,73,631 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

 

કેરળ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

કોવિડ સંક્રમણની દ્રષ્ટિએ કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક રહ્યું છે. દેશભરમાંથી નોંધાયેલા કુલ કેસોમાંથી 60 ટકા કેરળથી આવી રહ્યા છે. કેરળ પછી સૌથી વધુ સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. આ બે રાજ્યો ટોચ પર છે, જ્યાં મહત્તમ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે અન્ય ટોચના રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે,’ ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?

 

Next Article