હાલમાં જ પ્રશાસને ઉત્તર પ્રદેશના સંભલમાં જૂના શિવ મંદિરને ખોલ્યું છે, જે 46 વર્ષથી બંધ હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો છે. હવે વહીવટીતંત્રને કૂવો ખોદતી વખતે 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની છે. આ મંદિર 1978થી બંધ હતું. વહીવટી તંત્રે આ મંદિરને સાફ કરાવ્યું અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિ અને મંત્રોના જાપ સાથે પૂજા આરતી કરવામાં આવી.
ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીનું કહેવું છે કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. કૂવો ખોદવાનું કામ હાલમાં પણ ચાલુ રહેશે. ખોદકામ દરમિયાન મા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી હતી. આ પ્રતિમાઓની કાર્બન ડેટિંગ કરવામાં આવશે. અહીં આરસની બનેલી પ્રતિમા પણ છે, જે કાર્તિકેયજીની હોય તેવુ લાગે છે. 2 પ્રતિમાઓ ખંડિત છે.
સંભલનું આ મંદિર પ્રાચિન અને 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર કહેવાય છે. 82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગી કહે છે કે અહીં ખગ્ગુ સરાઈમાં તેમના પરિવારના લગભગ 40 થી 42 ઘર હતા. આ આખી શેરીમાં તેનો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કુવામાંથી પાણી લઈ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.
વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, 1978 પહેલા તેમનો આખો પરિવાર સંભલમાં રહેતો હતો. 1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ લાગી હતી. આ પછી 40 થી 42 રસ્તોગી પરિવારોએ તે જગ્યા છોડી દીધી હતી. મંદિર પણ જેમનુ તેમ છોડી દીધું હતું. આ પછી મુસ્લિમ વસ્તી ત્યાં આવીને સ્થાયી થઈ. તેમના ઘરો પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદ્યા લીધા હતા. આ પછી કોઈ રસ્તોગી પરિવાર તે મંદિરમાં પૂજા કરવા ગયો ન હતો.
#WATCH | Sambhal Additional Superintendent of Police (ASP) Shrish Chandra says, “These are broken idols that were found during the digging of well. There is an idol of Lord Ganesh. The other one seems to be of Lord Kartikeya, more details are being sought. There was debris and… https://t.co/88CWJrUQgf pic.twitter.com/hmaTK8oCzk
— ANI (@ANI) December 16, 2024
વિષ્ણુ શરણ રસ્તોગીના જણાવ્યા અનુસાર, મંદિરમાં પૂજારીને મૂકવાની વાત ઘણી વખત થઈ હતી, પરંતુ પુજારીએ પણ સાંપ્રદાયિક તણાવને જોતા તે ગલીમાં જવાની ના પાડી દીધી હતી. મંદિરના ઉપરના શિખર તરફની બાલ્કની હટાવીને અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ બાલ્કની પહેલા ન હતી. આ ઉપરાંત મંદિરની પાછળ જ 4 ફૂટનો પરિક્રમા માર્ગ હતો, તે પણ ધરાશાયી થઈ ગયો છે, ત્યાં એક ઘર બનાવવામાં આવ્યું છે. મંદિરનો કૂવો પણ માટીથી ભરાઈ ગયો છે અને તેની ઉપર પાર્કિંગની જગ્યા પણ બનાવી દેવામાં આવી છે.