Sonia Gandhi Editorial: લોકશાહીની હત્યા માત્ર એક જ વાર 1975માં થઈ હતી, કિરેન રિજિજુનો કોંગ્રેસ પર પલટવાર

'બળજબરીથી મૌન ભારતની સમસ્યાઓ હલ કરી શકતું નથી' શીર્ષકવાળા સંપાદકીયમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન રહે છે અથવા મહત્વપૂર્ણ મુદ્દાઓથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Sonia Gandhi Editorial: લોકશાહીની હત્યા માત્ર એક જ વાર 1975માં થઈ હતી, કિરેન રિજિજુનો કોંગ્રેસ પર પલટવાર
Kiren Rijiju - Minister of Law and Justice
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 4:39 PM

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે ભારતીય લોકશાહીની માત્ર એક જ વાર હત્યા 1975માં થઈ હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તંત્રીલેખ લખીને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ગાંધીએ તેમાં કહ્યું છે કે ભાજપ સરકાર ભારતની લોકશાહીના ત્રણેય સ્તંભોને વ્યવસ્થિત રીતે નષ્ટ કરી રહી છે.

ભારતીય લોકતંત્રનું 1975માં માત્ર એક જ વાર પતન થયું હતું

તેના જવાબમાં રિજિજુએ કહ્યું છે કે, ભારતીય લોકતંત્રનું 1975માં માત્ર એક જ વાર પતન થયું હતું અને ત્યારપછી આવું ક્યારેય થયું નથી અને ફરી ક્યારેય થશે નહીં. વાસ્તવમાં 1975માં ઈન્દિરા ગાંધીના સમયમાં દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. તેઓ કહે છે કે અમે કાયદામાં માનીએ છીએ. દેશમાં લોકશાહીની ભાવના જીવંત છે. સરકારને તમામ પ્રશ્નો પૂછી શકાય છે, પરંતુ તમારા પોતાના દેશને પ્રશ્ન ન કરો. સોનિયા ગાંધી લોકશાહી પર લેક્ચર આપી રહ્યા છે? કોંગ્રેસ ન્યાયતંત્રની સ્વતંત્રતાની વાત કરી રહી છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ પણ વાંચો : Monsoon 2023: ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી, જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું

‘બળજબરીથી મૌન ભારતની સમસ્યાઓ હલ કરી શકતું નથી’ શીર્ષકવાળા સંપાદકીયમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન રહે છે અથવા મહત્વપૂર્ણ મુદ્દાઓથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વિપક્ષને મોંઘવારી જેવા મહત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા અટકાવવામાં આવ્યા

તાજેતરમાં, સંસદનું આખું સત્ર હોબાળોથી ઠપ થઈ ગયું હતું. આ અંગે પણ સોનિયાએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સરકાર પર સંસદ ન ચલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના માધ્યમથી વિપક્ષને બેરોજગારી અને મોંઘવારી જેવા મહત્વના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા અટકાવવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાને પણ નિશાન સાધ્યું

દેશના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ લેખ માટે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ રાજકીય સંકટની આરે છે. પ્રધાન રાજસ્થાનથી છત્તીસગઢ અને મધ્યપ્રદેશથી કર્ણાટક સુધી કોંગ્રેસ સંગઠનમાં આ સંદેશ ફેલાવવાની વાત કરે છે. તે પાર્ટીની આંતરિક લોકશાહી પર સવાલ ઉઠાવે છે અને કહે છે કે પાર્ટીને નબળી કરવામાં આવી રહી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">