AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપમાં અરણ્યવાસમાં ઘકેલાયેલા સ્મૃતિ ઈરાનીને બનાવાયા રાષ્ટ્રીય મહામંત્રી, નીતિન નબિનની 49 સભ્યોની ટીમમાં 4 ગુજરાતી

ગુજરાતમાં એક લોકપ્રિય કહેવત છે કે, ઘરડા ગાડા વાળે. આ કહેવતને ભાજપ રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવા જઈ રહી છે. રાજકારણના અરણ્યવાસમાં ધકેલી દિધેલા નેતાઓને, ભાજપે માનભેર રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. આ નેતાઓમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવનો સમાવેશ થાય છે. રામ માધવના કાર્યકાળમાં ભાજપે જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે સરકાર બનાવી હતી. સ્મૃતિ ઈરાની રાહુલ સામે હાર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય મંચ પરથી ગાયબ થઈ ગયા હતા.

ભાજપમાં અરણ્યવાસમાં ઘકેલાયેલા સ્મૃતિ ઈરાનીને બનાવાયા રાષ્ટ્રીય મહામંત્રી, નીતિન નબિનની 49 સભ્યોની ટીમમાં 4 ગુજરાતી
| Updated on: Aug 17, 2026 | 5:25 PM
Share

સાત મહિનાના વિલંબ બાદ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને તેમની નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કુલ 49 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 4 ગુજરાતીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. નવી ટીમની જાહેરાત ચોંકાવનારી પણ ગણાય છે, કારણ કે, ભાજપમાં રાજકીય અરણ્યવાસમાં ધકેલાયેલ સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવને પાછા સક્રિય રાજકારણમાં લાવવામાં આવી રહ્યાં છે. સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંઘરા રાજેને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે મળીને સરકાર બનાવી તે સમયે જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવને પણ ભાજપના ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાના સાત મહિના બાદ, નીતિન નબિને તેમની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન, વસુંધરા રાજેને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો 2025ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે હારી ગયા બાદ રાજકીય અરણ્યવાસમાં ધકેલાયેલા સ્મૃતિ ઈરાનીને સક્રિય રાજકારણમાં પાછા લાવવામાં આવ્યા છે. ભાજપની નવી ટીમમાં આઠ મહાસચિવોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિનોદ તાવડેનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. અનિલ બાલુની પહેલાની જેમ જ મીડિયા ઇન્ચાર્જ તરીકે તેમની ભૂમિકામાં ચાલુ રહેશે. તેવી જ રીતે, બીએલ સંતોષ મહાસચિવ (સંગઠન) તરીકે તેમનું પદ જાળવી રાખશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ નીતિન નવીનની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમને રાજેશ અગ્રવાલના સ્થાને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ મંગલને સહ-ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નીતિનની ટીમમાં કોણ છે ? જુઓ સંપૂર્ણ યાદી:

ઉપ પ્રમુખ : વસુંધરા રાજે, રામ માધવ, તીરથ સિંહ રાવત, બૈજયંત ‘જય’ પાંડા, રેખા વર્મા, ડી. પુરંદેશ્વરી, વર્ષા દોશી, લાલ સિંહ આર્ય, એમ. નાગરાજ, તારિક મન્સૂર, અને મધુચંદ્ર કાર.

આઠ રાષ્ટ્રીય મહામંત્રી : નીતિન નબિને તેમની નવી ટીમમાં આઠ રાષ્ટ્રીય મહામંત્રી નિમણૂક કરી છે. જેમા,  સુનિલ બંસલ, વિનોદ તાવડે, બિપ્લબ દેબ, સ્મૃતિ ઈરાની, સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયા.

49 સભ્યોની ટીમમાં ગુજરાતના 4

નીતિન નબિને, 49 સભ્યોની ટીમમાં 4 ગુજરાતીઓને સ્થાન આપ્યું છે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશીને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ, અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના સાંસદ હેંમાગ જોષીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત ઠાકર બન્યા હતા. અમિત ઠાકર હાલમાં વેજલપુરના ધારાસભ્ય છે.  ત્યાર બાદ હેંમાગ જોષી બીજા ગુજરાતી ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

Breaking News : અમિત શાહનો કોંગ્રેસ પર મોટો પ્રહાર! “વોટ બેંક માટે વંદે માતરમ્‌નું અપમાન, દેશની જનતા સોનિયા ગાંધીને માફ નહીં કરે”

Follow Us
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">