સ્મૃતિ ઈરાનીએ પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા, કહ્યુ-સોનિયા ગાંધીએ ભૂલ સ્વીકારી
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબ સરકાર દ્વારા કરેલી ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ સ્વીકાર્યું છે કે પીએમ મોદીની સુરક્ષામાં ખામી રહી છે.
પંજાબના (Punjab) ફિરોઝપુર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સુરક્ષામાં ગેરરીતિનો મામલો રાજકીય વર્તુળોમાં ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) પંજાબ સરકાર દ્વારા કરેલી ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ સ્વીકાર્યું છે કે પીએમ મોદીની સુરક્ષામાં ખામી રહી છે.
કોંગ્રેસના ઈરાદાઓ નિષ્ફળ ગયા
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસની રાજકીય ભાવના મોડેથી જાગી છે પરંતુ સોનિયા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોહરો બનાવી આ સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા બુધવારે તેમણે કહ્યું હતું કે ભારતના ઈતિહાસમાં આજે પંજાબની પવિત્ર ધરતી પર કોંગ્રેસના લોહિયાળ ઈરાદાઓ નિષ્ફળ ગયા છે.
તેમણે કહ્યું કે પીએમ મોદીનો રૂટ વિરોધીઓને આપવામાં આવ્યો હતો. પીએમનો જીવ જોખમમાં મુકાયો હતો. તેમણે કહ્યું કે 20 મિનિટ સુધી પીએમનો જીવ જોખમમાં હતો. વડાપ્રધાન મોદીની સુરક્ષા સાથે ખેલ કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ વડાપ્રધાનને નફરત કરે છે.
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ભૂલ થઈ નથી
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં અનેક રાજકીય પક્ષોના નિશાના પર આવેલા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) ફરી એકવાર કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ભૂલ થઈ નથી. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ભાજપ અને કેન્દ્ર સરકાર આ મામલે અફવાઓ ફેલાવી રહી છે. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને કોઈ ખતરો ન હતો.
વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું: ચરણજીત સિંહ ચન્ની
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે મેં પીએમ સાથે વાત કરવા માટે સમય માંગ્યો છે. તે મારા માટે સન્માનનીય છે અને હું તેમના લાંબુ આયુષ્યની કામના કરૂ છું. તેમાં પંજાબ પોલીસનો (Punjab Police) કોઈ દોષ નહોતો. ભાજપના મંત્રીઓ અને કેન્દ્ર સરકાર આ અંગે હોબાળો મચાવી રહી છે.
ચન્નીએ ફરી એકવાર ભાજપ (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે, ફિરોઝપુરની રેલીમાં 70 હજાર ખુરશીઓ લગાવવામાં આવી હતી પરંતુ 700 લોકો પણ આવ્યા ન હતા. ચન્નીએ કહ્યું કે વડાપ્રધાનની હુસૈનીવાલાની મુલાકાત લેવાની કોઈ યોજના ન હતી. છેલ્લી ઘડીએ તેમનું શિડ્યુલ બદલાયું હતું. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું.
આ પણ વાંચો : PM MODIની સુરક્ષા અંગે ઓડીસા CM નવીન પટનાયકે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
આ પણ વાંચો : સંસદીય અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની ખર્ચ મર્યાદા વધી, જાણો હવે કેટલો કરી શકશે ખર્ચ