જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલા 6 સરકારી કર્મચારીઓને કરાયા બરતરફ

|

Sep 22, 2021 | 5:59 PM

અગાઉ 11 જુલાઈએ જમ્મુ-કાશ્મીર સરકારે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરતી વખતે 11 સરકારી કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલા 6 સરકારી કર્મચારીઓને કરાયા બરતરફ
જમ્મુ કાશ્મીરમાં છ સરકારી કર્મચારીઓને બરતરફ કરાયા

Follow us on

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) સરકારે તેના છ કર્મચારીઓને ત્રાસવાદીઓ સાથે કડી ધરાવતા હોવા અને ઓવરગ્રાઉન્ડ કામદારો તરીકે કામ કરવા બદલ બરતરફ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે ઘણા મહત્વના પગલા લીધા છે. આ સંદર્ભે, થોડા સમય પહેલા જ જમ્મુ-કાશ્મીર સરકારે એક આદેશ પણ બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીઓ દેશ વિરોધીઓને ટેકો આપવા બદલ તેમની નોકરી ગુમાવશે.

ભારતના બંધારણની કલમ 311 (2) (c) હેઠળ, તપાસ કરતી સમિતિએ, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી કડી ધરાવતા અને OGW તરીકે કામ કરવા બદલ 6 કર્મચારીઓને સરકારી સેવામાંથી કાઢી મૂકવાની ભલામણ કરી હતી. જેના આધારે સરકારે છ કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢ્યા છે. કાઢી મુકવામાં આવેલા સરકારી કર્મચારીઓમાં કાશ્મીર ઘાટીના અનંતનાગના શિક્ષક હમીદ વાનીનો સમાવેશ થાય છે. વાની પર આરોપ છે કે નોકરીમાં જોડાયા પહેલા તે આતંકવાદી સંગઠન અલ્લાહ વાઘના જિલ્લા કમાન્ડર તરીકે કામ કરતો હતો.

બે ગ્રેનેડ પણ મળી આવ્યા હતા
આ સાથે તેને જમાત-એ-ઇસ્લામીની મદદથી આ સરકારી નોકરી મળી હતી. વાની પર 2016 માં બુરહાન વાનીના કાઉન્ટર પછી કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે ચલાવવામાં આવતા ચલો કાર્યક્રમોના મુખ્ય વક્તાઓમાંના એક હોવાનો પણ આરોપ છે. આ સાથે જમ્મુના કિશ્તવાડ જિલ્લાના ઝફર હુસેન ભટ્ટને પણ સરકારી નોકરીમાંથી કાઢી મૂકવાની ભલામણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મોહમ્મદ રફી ભટ્ટ પર આરોપ છે કે કિશ્તવાડ જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને તેમની આતંકવાદી યોજનાઓ ચલાવવા માટે જગ્યા આપી હતી. એનઆઈએ પહેલાથી જ તેના પર ચાર્જશીટ દાખલ કરી છે અને તેની ધરપકડ કરી છે. હાલમાં તે જામીન પર છૂટી ગયો છે.

આ સાથે બારામુલ્લાના શિક્ષક લિયાકત અલી કક્રુને પણ નોકરીમાંથી કાઢી મૂકવાની ભલામણ કરવામાં આવી છે. કક્રુ 1983 માં સરકારી નોકરીમાં જોડાયા અને 2001 માં તેમની ધરપકડ કરવામાં આવી. આરોપ છે કે તે પ્રશિક્ષિત આતંકવાદી હતો, તેની પાસેથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. વર્ષ 2002 માં તેની પાસેથી હથિયારો અને દારૂગોળોનો વિશાળ જથ્થો પણ મળી આવ્યો હતો. વર્ષ 2002 માં તેમના પર પબ્લિક સેફ્ટી એક્ટ પણ લાદવામાં આવ્યો હતો. જો કે અદાલત તમામ આરોપોમાંથી મુક્ત થઈ ગયો હતો, પરંતુ વર્ષ 2021 માં તેની પાસેથી બે ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.

2019માં પણ કરાઈ હતી ધરપકડ
આ સિવાય વહીવટીતંત્રે જમ્મુના પૂંછ જિલ્લાના તિથી મોહમ્મદ કોહલીને પણ નોકરીમાંથી દૂર કરવાની ભલામણ કરી છે. કોહલી જમ્મુ અને કાશ્મીર વન વિભાગમાં રેન્જ ઓફિસર તરીકે તૈનાત છે. તેના પર ગેરકાયદેસર રીતે હથિયારો, દારૂગોળો અને ભારતીય ચલણની દાણચોરી કરવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે તે પૂંછ વિસ્તારમાં કાર્યરત આતંકવાદીઓના સંપર્કમાં હતો અને પોલીસ રેકોર્ડ મુજબ તેણે ઘણા આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે પણ કામ કર્યું હતું.

શૌકત અહમદ ખાનને પણ નોકરીમાંથી કાઢી મૂકવાની ભલામણ કરવામાં આવી છે. તેના પર એમએલસીના ઘરમાંથી હથિયારોની લૂંટમાં સામેલ હોવાનો આરોપ છે. 2019 માં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભારતના દબાણ સામે આખરે અંગ્રેજો નમ્યા, કોવિશિલ્ડને આપી મંજૂરી, જો કે હજુ પણ ફસાયેલો છે મુદ્દો

આ પણ વાંચોઃIPL 2021: પંજાબ કિંગ્સની આ જોડીની શતકીય ભાગીદારી અપશુકનિયાળ સાબિત થઇ રહી છે, શતક થતા ટીમની ચિંતા વધી જાય છે

Next Article