Seema Haider: માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, સીમા-સચિનના લગ્નની પહેલી તસવીરો આવી સામે
સીમા હૈદર અને સચિન મીનાના લગ્નની તસવીરો સામે આવી છે. સીમાએ કહ્યું કે તેણે સચિન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. સીમાએ કહ્યું હતું કે બંનેના લગ્ન 13 માર્ચે થયા હતા. તેમના લગ્નની બે તસવીરો સામે આવી છે.
ભારતના સચિન અને પાકિસ્તાનની સીમાની પ્રેમ કહાની દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સીમા હૈદરે (Seema Haider) તેના સચિન સાથેના લગ્નને લઈ ખુલાસો કરતાં કહ્યું હતું જે તેણે નેપાળમાં સચિન સાથે લગ્ન કર્યા હતા. સાથે તેણે કહ્યું કે તેની પાસે લગ્નનો કોઈ વીડિયો નથી. હાલ સીમા અને સચિનના લગ્નનું આલ્બમ બહાર આવ્યું છે.
બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ આવ્યા સામે
સીમા અને સચિનના લગ્નની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સમાં છે. પહેલી તસવીરમાં સીમા અને સચિન સાથે સીમાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. સચિને સૂટ પહેર્યો છે અને સીમાએ સાડી પહેરી છે. સીમાની માંગમાં સિંદૂર, કપાળ પર બિંદી, ગળામાં મંગળસૂત્ર છે. સચિન અને સીમાને માળા પહેરાવી રહ્યો છે.
બીજી તસવીરમાં બંને સીમાના ચાર બાળકો સાથે
બીજી તસવીરમાં સીમા હૈદર સચિન મીનાના પગને સ્પર્શ કરતી જોવા મળે છે. આ ફોટોમાં સચિનનો હાથ સીમાના માથા પર હોય છે. સીમા સચિનના લગ્નના આલ્બમની ત્રીજી તસવીરમાં સીમા અને સચિન એક ખુરશી પર સાથે બેઠા છે અને સીમાના ચાર બાળકો પણ બંનેની સાથે જોવા મળી રહ્યા છે. પોલીસ હજી સીમા હૈદર અને સચિન મીનાના લગ્નની વધુ તસવીરો અને વીડિયો શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
આ પણ વાંચો : Seema Haider: જેટલી સમજો છો એટલી ફિલ્મી નથી સીમા સચિનની લવ સ્ટોરી, બીડીને લઈ ઝઘડતા હતા બંને
હોટલમાં નહીં પણ મંદિરમાં કર્યા હતા લગ્ન
સીમા હૈદરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં જ તેના પ્રેમી સચિન સાથે લગ્ન કર્યાની કબૂલાત કરી હતી. જ્યારે સીમા હૈદરને કહેવામાં આવ્યું કે પૂજારીએ પશુપતિનાથ મંદિરમાં કોઈ પણ પ્રકારના લગ્નનો ઈન્કાર કર્યો છે? તો જવાબમાં સીમાએ કહ્યું કે તેણે સચિન સાથે મંદિરની પાછળના ભાગમાં લગ્ન કર્યા છે, કારણ કે સામે ઘણી ભીડ હતી. સીમાએ એવો પણ દાવો કર્યો હતો કે હાર પહેરાવવાનો અને સિંદૂર ભરવાનો વીડિયો રેકોર્ડ થઈ શકતો નથી. એટલા માટે તે લગ્નનો પુરાવો નથી. પણ હા, લગ્ન નેપાળની કોઈ હોટલમાં નહીં પણ મંદિરમાં થયા હતા.