Sidhu Moosewala Murder: સિદ્ઘુ મુસેવાલા મર્ડર કેસમાં પંજાબ પોલીસને મળી મોટી સફળતા, હરિયાણાથી ત્રીજા સંદિગ્ધની ધરપકડ

|

Jun 06, 2022 | 4:44 PM

Sidhu Moosewala: પંજાબ પોલીસે 3 જૂને ફતેહાબાદમાંથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. મુસેવાલાની હત્યામાં તેમની શું ભૂમિકા હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે. માનસા જિલ્લામાં મૂસેવાલાની હત્યાના બે દિવસ બાદ પોલીસે આ કેસમાં પ્રથમ આરોપીની ધરપકડ કરી હતી.

Sidhu Moosewala Murder: સિદ્ઘુ મુસેવાલા મર્ડર કેસમાં પંજાબ પોલીસને મળી મોટી સફળતા, હરિયાણાથી ત્રીજા સંદિગ્ધની ધરપકડ
Sidhu Moosewala
Image Credit source: File Image

Follow us on

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) 9 હત્યાના મામલે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે (Punjab Police) હરિયાણાના ફતેહાબાદથી દવિંદર ઉર્ફે કાલા (દવિન્દર)ની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી કે મુસેવાલાની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને દવિન્દરે તેના ઘરે બેસાડ્યા હતા. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં અત્યાર સુધીમાં ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે દવિન્દર ઉર્ફે કાલાની રવિવારે સાંજે હરિયાણાના ફતેહાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

પંજાબ પોલીસે 3 જૂને ફતેહાબાદમાંથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. મુસેવાલાની હત્યામાં તેમની શું ભૂમિકા હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે. માનસા જિલ્લામાં મૂસેવાલાની હત્યાના બે દિવસ બાદ પોલીસે આ કેસમાં પ્રથમ આરોપીની ધરપકડ કરી હતી, જેનું નામ મનપ્રીત સિંહ છે. ધરપકડ કરાયેલા આરોપી મનપ્રીત સિંહ પર હુમલાખોરોને સાધનો પૂરા પાડવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે મનપ્રીતે મુસેવાલાની હત્યા માટે હુમલાખોરોને વાહન આપ્યું હતું.

હત્યાના એક દિવસ પહેલા સુરક્ષા પરત લેવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પંજાબ સરકારે મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હુમલામાં મુસેવાલાના એક પિતરાઈ ભાઈ અને મિત્રને પણ ઈજા થઈ હતી, જેઓ મુસેવાલા સાથે જીપમાં હાજર હતા. મુસેવાલા 424 લોકોમાં સામેલ હતા, જેમની સુરક્ષા પંજાબ પોલીસ દ્વારા અસ્થાયી રૂપે પાછી ખેંચી લેવામાં આવી હતી અથવા ડાઉનગ્રેડ કરવામાં આવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હતી

મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ ગેંગના સભ્ય અને કેનેડામાં રહેતા ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર કબૂલાત કરી હતી કે તેની ગેંગે મુસેવાલાની હત્યા કરી હતી. તે જ સમયે પંજાબ પોલીસે કહ્યું કે પંજાબી ગાયક મૂસેવાલાની હત્યા કેસમાં આઠ સંદિગ્ધોની ઓળખ કરવામાં આવી છે. તેણે કહ્યું કે આ તમામ શૂટર્સ ચાર રાજ્યો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે. પોલીસના જણાવ્યા અનુસાર 8 શંકાસ્પદોમાંથી 2 મહારાષ્ટ્ર, 2 હરિયાણા, 3 પંજાબ અને એક રાજસ્થાનના રહેવાસી છે.

Next Article