શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ: નિધિ સમર્પણ અભિયાનના નામે છેતરાશો નહીં, વાંચો સમગ્ર માહિતી

રામજન્મભૂમિમાં બિરાજતા રામલલ્લા મંદિરના નિર્માણના સંદર્ભમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં ભક્તો/દાતાઓને ઠગ ટોળકીઓથી ચેતવા અપીલ કરી છે.

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ: નિધિ સમર્પણ અભિયાનના નામે છેતરાશો નહીં, વાંચો સમગ્ર માહિતી
Rahul Vegda

| Edited By: Kunjan Shukal

Jan 18, 2021 | 10:56 PM

રામજન્મભૂમિમાં બિરાજતા રામલલ્લા મંદિરના નિર્માણના સંદર્ભમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં ભક્તો/દાતાઓને ઠગ ટોળકીઓથી ચેતવા અપીલ કરી છે. આ સંદર્ભમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે બેંગ્લોરની સંસ્થા સંવાદ ડોટ ઓઆરજી દ્વારા જારી કરવામાં આવેલા એક વીડિયોને વહેતો કર્યો હતો.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આપના તરફથી સમર્પિત ધનરાશિ ખરી બેન્ક તેમજ વ્યક્તિ સુધી જાય છે કે નહીં તે ચકાસવુ જોઈએ. જણાવ્યું છે કે Nidhi Samarpan Abhiyan કરવા માટે સંગઠનના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જશે. વધુમાં જણાવતા કહે છે કે પૂરા દેશભરમાં માત્ર એક જ પ્રકારની કૂપન/રસીદ જારી કરવામાં આવ્યું છે. આ કૂપન દસ, સો અને એક હજારનું છે. અગર આપ 50 રૂપિયાનું દાન કરો છો તો દસ રૂપિયાના આપને પાંચ કૂપન આપવામાં આવશે.

nidhi samarpan abhiyaan coupan

Nidhi Samarpan Abhiyaan coupan

દેશભરમાં માત્ર એક જ બેન્ક ખાતુ

અગર આપ પાંચસો રૂપિયાનું યોગદાન આપો છો તો આપને સો-સોની પાંચ કૂપન આપવામાં આવશે. જણાવવામાં આવ્યું છે જો તમારી પાસે ચેક અથવા રોકડ નથી તો તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું દાન SBIની અયોધ્યાની શાખાના જ ખાતામાં જ જવુ જોઈએ, કારણ કે આ સિવાય કોઈપણ અન્ય શાખાઓમાં તેમનું ખાતુ નથી. ઓનલાઈન પેમેન્ટ માટે થઈને આપ NEFT, RTGS, IMPS જેવા ડિજિટલ મધ્યમોનો ઉપયોગ કરી શકો છો. તમામની રસીદ આપને ટ્રસ્ટની વેબસાઈટ પરથી મળી રેહશે. આ રસીદ માટે આપને UTRનો ઉપયોગ કરવાનો રહેશે.

આ નંબર ઉપરથી મેળવો જાણકારી

નિધિ સમર્પણ અભિયાન માટે જે કંઈ પણ મુશ્કેલીઓ અગર આવતી હોય તો ટ્રસ્ટના મહાસચિવે એક ટોલ ફરી નંબર જારી કર્યો છે. 18001805155 અથવા PNB ટોલ ફ્રી નંબર 18001809800 પર કાર્યાલયના સમય દરમ્યાન ફોન કરીને જાણકારી મેળવી શકાય છે. આ સાથે જ ટ્રસ્ટ મહાસચિવે SBIના શાખા પ્રબંધકનો પણ મોબાઈલ નંબર 8744907293 તેમજ રિતેશ સિંહનો મોબાઈલ નંબર 9651895103ને પણ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: એક વ્યક્તિએ રામમંદિરના નિર્માણ માટે આપ્યું પોતાના ખજાનામાંથી દુર્લભ વસ્તુનું દાન, વાંચો વિગત

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati