AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક વ્યક્તિએ રામમંદિરના નિર્માણ માટે આપ્યું પોતાના ખજાનામાંથી દુર્લભ વસ્તુનું દાન, વાંચો વિગત

અયોધ્યા રામમંદિર (Ram Mandir) નિર્માણ માટે યોગદાન આપવા માટે સૌ કોઈ ભારતીય ઉત્સુક છે, ત્યારે ઉત્તર પ્રદેશના ભોપાલ (Bhopal) નિવાસી શમશેર ખાન પણ આમાંથી પાછળ રહેવા માંગતા નથી

એક વ્યક્તિએ રામમંદિરના નિર્માણ માટે આપ્યું પોતાના ખજાનામાંથી દુર્લભ વસ્તુનું દાન, વાંચો વિગત
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 18, 2021 | 9:20 PM
Share

અયોધ્યા રામમંદિર (Ram Mandir) નિર્માણ માટે યોગદાન આપવા માટે સૌ કોઈ ભારતીય ઉત્સુક છે, ત્યારે ઉત્તર પ્રદેશના ભોપાલ (Bhopal) નિવાસી શમશેર ખાન પણ આમાંથી પાછળ રહેવા માંગતા નથી. તેઓ પોતાના ખજાનામાંથી દુર્લભ વસ્તુનું દાન આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક વિભાગમાંથી સેવાનિવૃતિ મેળવી ચૂકેલા અધિકારી શમશેર ખાનને જુનવાણી ચલણી સિક્કાઓનો સંગ્રહ કરવાનો બહુ શોખ છે. તેમની પાસે બ્રિટિશ અને રાજાશાહી કાળના દુર્લભ ચલણી સિક્કાઓનો સંગ્રહ છે. દુર્લભ સિક્કાઓના સંગ્રહને તે પોતાનો ખજાનો માને છે. રતલામ અને ગ્વાલિયર રાજ સમયના પણ દુર્લભ સિક્કાઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ કરશે.

રતલામ રિયાસતના સિક્કા પર હનુમાનજીની આકૃતિ કંડારવામાં આવી છે, જ્યારે ગ્વાલિયર રિયાસતના સિક્કાઓ પર નાગ દેવતાઓ અને આસપાસ ભાલા અને ત્રિશુળની આકૃતિઓ કંડારેલી છે. આ સિક્કાઓને તે ચાંદીની ફ્રેમમાં મઢીને ભેટ કરશે. શમશેર ખાને જણાવ્યું કે આ ભેટ આપવાનો તેનો ઉદ્દેશ્ય એકતા અને સદ્ભાવનનો સંદેશ આપવાનો છે. ભારતની અંદર દરેક ધર્મ જાતિના લોકો રહે છે. પ્રથમ આપણે માણસ છીએ ત્યારબાદ ધર્મ આવે છે. તેમને જણાવ્યું કે તેની પાસે રતલામ રિયાસતનો એક અને ગ્વાલિયર રિયાસતના બે સિક્કાઓ છે. જે તે સમયમાં રતલામ રિયાસતનો તે સિક્કો એક પૈસાની કિંમત હતો અને ગ્વાલિયર રિયાસતના સિક્કા સવા આના અને અડધા આનાની કિંમતના હતા. આ સિક્કાઓની ચલણી કિંમત ભલે અત્યારે કંઈ જ ના હોય, પરંતુ તે દુર્લભ હોવાને કારણે તેની કિંમતનું વિશેષ મહત્વ છે.

Shamsher Khan,Bhopal

Shamsher Khan,Bhopal

40 વર્ષથી કરે છે સિક્કાઓનો સંગ્રહ

શમશેર ખાન 40 વર્ષથી આવા દુર્લભ સિક્કાઓનો સંગ્રહ કરે છે. તેમની પાસે વર્ષ 1835થી વર્ષ 2019 સુધીના લગભગ તમામ પ્રકારના સિક્કા છે. જેમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની, વિક્ટોરિયા ક્વિન, કિંગ એડવર્ડ-7થી લઈને વિભિન્ન સમયકાળના ચલણી સિક્કાઓ એક સિરીઝના રૂપમાં છે. તેને જણાવ્યું કે સિક્કાઓને ચાર જગ્યાઓ પર બનાવવામાં આવે છે. આ ટંકશાળ મુંબઈ, હૈદરાબાદ, કલકત્તા અને નોઈડામાં છે. દરેક ટંકશાળાનું પોતાનું કોઈ નિશાન સિક્કાઓમાં લગાવવામાં આવે છે, જેના કારણે જે તે સિક્કો કયા બનાવામાં આવ્યો છે તે ખબર પડે છે. મુંબઈની ટંકશાળમાં બનાવેલા સિક્કામાં ડાયમંડ, હૈદરાબાદની ટંકશાળ બનાવેલ સિક્કામાં સ્ટાર, નોયડા વાળામાં ડોટ અને કલકતાના સિક્કાઓમાં કોઈ પણ પ્રકારના નિશાન હોતા નથી.

આ પણ વાંચો: ક્યારે થાય છે પ્રલય ? ઉલ્કાપિંડ અને ધૂમકેતુ સાથે શું સબંધ છે મહાવિનાશનો ? નવા અભ્યાસમાં સામે આવી પેટર્ન

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
g clip-path="url(#clip0_868_265)">