ફરવા જવાનું વિચારતા હોવ તો શિમલા છે બેસ્ટ પ્લેસ, આ 5 સ્થળોની મુલાકાત યાદગાર બનાવી દેશે ટ્રીપ

|

Nov 24, 2021 | 1:08 PM

હિમાચલ પ્રદેશમાં આવેલુ શિમલા માત્ર ભારતીય પ્રવાસીઓ જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું પણ સ્થળ છે. અહીં ફરવા જેવી ઘણી જગ્યાઓ છે જે પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.

ફરવા જવાનું વિચારતા હોવ તો શિમલા છે બેસ્ટ પ્લેસ, આ 5 સ્થળોની મુલાકાત યાદગાર બનાવી દેશે ટ્રીપ
Shimla

Follow us on

ભારતમાં કેટલાક સ્થળ એવા છે પર્યટકો(Tourists) માટે હંમેશા લોકપ્રિય રહે છે. હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં આવેલું શિમલામાં પણ પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. શિમલા તેની સુંદરતા અને પ્રકૃતિ(Nature)ના અદ્ભુત નજારા માટે જાણીતું છે. શિમલામાં પ્રકૃતિનું અદભુત સૌંદર્ય(Stunning beauty) જોવા મળે છે. શિમલા તેની સુંદરતા અને આરામદાયક વાઇબ્સને કારણે વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષે છે.

શિમલા માત્ર હિલ સ્ટેશન હોવાના કારણે લોકોપ્રિય નથી, પરંતુ અહી કુદરતી સૌંદર્ય સાથે સુંદર સ્થાપત્યો, મંદિરો અને બીજા ઘણા સ્થળો પ્રખ્યાત છે. જો તમે પણ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ અદ્ભુત સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો.

શિમલામાં બરફીલા પહાડો, પહાડો પર ઝરણા, ઠંડુ વાતાવરણ, હરીયાળી વગેરે જેવી અનેક વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષતી હોય છે. શિયાળામાં પડતી બરફ વર્ષાને માણવા પ્રવાસીઓ ખાસ શિમલા તરફ જતા હોય છે.

શિમલાના આ 5 સ્થળો અદભૂત છે
મોલ રોડ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શિમલામાં ઘણા સ્થળો જાણીતા છે પરંતુ, મુખ્ય આકર્ષણો વિશે વાત કરીએ તો, મોલ રોડની મુલાકાત લેવી જ જોઇએ. ખાણીપીણી અને ખરીદીના શોખીન લોકો માટે આ એક સારી જગ્યા છે. મોલ રોડ કાફે, રેસ્ટોરન્ટ, શોરૂમ અને સ્થાનિક દુકાનોથી ભરેલો છે. તમને વિશિષ્ટ હસ્તકલા, ઝવેરાત અને અન્ય સંભારણું મળશે જે શિમલાની રહેણીકરણી અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. અહીં તમે તમારા પ્રિયજનો માટે ભેટ ખરીદી શકો છો.

 

કુફરી
કુફરી એ શિમલા નજીક એક પ્રાચીન હિલ સ્ટેશન છે. જે 8607 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. અહીંથી તમે ઊંચા પહાડો અને સુંદર ખીણોના મનોહર દૃશ્યો જોઈ શકો છો. અહીં તમે ઘણી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. તમે અહીં આઇસ સ્કેટિંગ અને સ્કીઇંગ કરી શકો છો. આ સિવાય તમે અહીં ઘોડેસવારી, જીપ રાઈડ, સફરજનના બગીચા જોઈ શકાય છે. આ સ્થળનું વાતાવરણ ખૂબ જ આકર્ષક છે જેની તમારે મુલાકાત લેવી જ જોઈએ.

 

Kufri

 

ક્રાઇસ્ટ ચર્ચ

શિમલામાં આવેલુ ક્રાઇસ્ટ ચર્ચ એ ઉત્તર ભારતના સૌથી જૂના ચર્ચોમાંનું એક છે. શિમલા જાવ તો તેની મુલાકાત લેવી જ જોઇએ. બ્રિટિશ કાળ દરમિયાન 1857માં ચર્ચનું નિર્માણ થયું હોવાથી આ સ્થળ એક સંસ્થાનવાદી વાતાવરણ આપે છે. તમે આ સ્થળે ભવ્ય સ્થાપત્યનો આનંદ માણી શકો છો. સૂર્યાસ્ત પછી ચર્ચમાં જઈ શકાય છે. આ સાઇટની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.

 

Christ Church

જાખુ ટેકરી

જાખુ ટેકરી શિમલાનું સૌથી ઊંચુ શિખર છે. જખુ ટેકરી પર જખુ મંદિર આવેલુ છે. જખુ ટેકરી આ મંદિરના કારણે પણ જાણીતુ સ્થળ છે. જખુ ટેકરી શિમલાના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. અહીં તમારી મુલાકાત દરમિયાન, તમે ચારેબાજુથી હરિયાળીનો આનંદ લઈ શકો છો. શહેરની ધમાલથી દૂર જોવાલાયક સ્થળોનો આનંદ માણવા માટે આ એક સારું સ્થળ છે.

 

Jakhu hill

 

રિજ

રિજ એક અદભૂત સ્થળ છે જ્યાં બરફથી ઢંકાયેલા પર્વતોના અદભૂત દૃશ્યો જોવા મળે છે. રિજમાં તમે હરિયાળી સાથે આકર્ષક દૃશ્યો અને સ્થાપત્યનો આનંદ માણી શકો છો. તમે અહીં તમારા પરિવાર સાથે તસવીરો લઇને ટ્રીયને યાદો એકઠી કરી શકો છો.

 

આ પણ  વાંચો : અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સ પર આઇટીની તપાસ યથાવત, 500 કરોડના બિનહિસાબી આવકના પુરાવા મળ્યા

આ પણ  વાંચો : ગોધરામાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

Next Article