AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sheena Bora murder case: ઈન્દ્રાણી મુખર્જીને મળી મોટી રાહત, CBIની વિશેષ કોર્ટે આપ્યા શરતી જામીન

Sheena Bora murder case: શીના બોરા (24)ની એપ્રિલ 2012માં મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાએ કારમાં કથિત રીતે ગળું દબાવી હત્યા કરી હતી અને તેના મૃતદેહને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના જંગલમાં સળગાવી દેવામાં આવ્યો હતો.

Sheena Bora murder case: ઈન્દ્રાણી મુખર્જીને મળી મોટી રાહત, CBIની વિશેષ કોર્ટે આપ્યા શરતી જામીન
Indrani-MukherjeaImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 4:22 PM
Share

Sheena Bora murder case: શીના બોરા મર્ડર કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને (Indrani Mukherjea) મોટી રાહત મળી છે. સીબીઆઈની વિશેષ અદાલતે (Special CBI court) ગુરુવારે મુખરજીને રૂ. 2 લાખના શરતી જામીન આપ્યા હતા. આ સાથે કોર્ટે કહ્યું કે પીટર મુખર્જી પર લાગુ થતી કલમો ઈન્દ્રાણી પર પણ લાગુ થશે. વિશેષ CBI કોર્ટે કહ્યું કે “આરોપી ઈન્દ્રાણી મુખર્જી અસ્થાયી રૂપે રોકડ આપવા માટે તૈયાર છે. 2 લાખની રોકડ રકમ જમા કરાવ્યા બાદ જ તેમને મુક્ત કરવામાં આવશે. તેને બે સપ્તાહ માટે જામીન આપવામાં આવ્યા છે, જે આજથી શરૂ થશે.

શીના બોરા (24)ની એપ્રિલ 2012માં મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય અને પૂર્વ પતિ સંજીવ ખન્નાએ કારમાં કથિત રીતે ગળું દબાવી હત્યા કરી હતી અને તેના મૃતદેહને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના જંગલમાં સળગાવી દેવામાં આવ્યો હતો. બોરા ઈન્દ્રાણીના અગાઉના સંબંધથી જન્મેલી પુત્રી હતી. પૂર્વ મીડિયા દિગ્ગજ પીટર મુખર્જીની પણ આ ષડયંત્રનો ભાગ હોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2020માં હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. જો કે, જેલમાં રોકાણ દરમિયાન તેણે ઈન્દ્રાણી મુખર્જીથી છૂટાછેડા લઈ લીધા હતા.

ગઈકાલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા

સુપ્રીમ કોર્ટે બુધવારે ઈન્દ્રાણી મુખર્જીને તેની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં જામીન આપ્યા છે. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ એ. s બોપન્નાએ કહ્યું કે જેલમાં સાડા છ વર્ષનો સમયગાળો ઘણો લાંબો સમયગાળો છે અને ટ્રાયલ જલ્દી પૂર્ણ થાય તેવી શક્યતા નથી. બેન્ચે જણાવ્યું હતું કે ઈન્દ્રાણી મુખર્જી 2015થી જેલમાં છે અને ફરિયાદ પક્ષ દ્વારા ટાંકવામાં આવેલા 237 સાક્ષીઓમાંથી, માત્ર 68ની જ અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે અને તેથી ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થવાની કોઈ સંભાવના નથી.

કોર્ટે કહ્યું “અરજીકર્તા પર હત્યાના ઈરાદા સાથે તેની પુત્રીનું અપહરણ કરવાના ગુનાહિત કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.” અરજદાર આ કેસમાં સહ-આરોપી પીટર મુખર્જીની પત્ની છે. અરજદાર સામે આરોપ છે કે તેણે તેની પુત્રીના પીટર મુખર્જી અને તેની પ્રથમ પત્નીના પુત્ર રાહુલ મુખર્જી સાથેના ‘લિવ-ઈન રિલેશનશિપ’ને ધ્યાનમાં રાખીને હત્યાની યોજના બનાવી હતી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">