WhatsAppથી સમન્સનો ફોટો મોકલવા બદલ થઈ શકે સજા ? જાણો શું કહ્યું Delhi હાઈકોર્ટે

|

Jan 18, 2022 | 7:19 PM

ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે આ બાબત ઉપર સુનાવણી કરવામાં આવી હતી, ત્યારે પ્રતિવાદીએ રજૂઆત કરી હતી કે 30 નવેમ્બર, 2021 ના ​​રોજ વોટ્સએપ પર Private Notice of Appearance મળી હતી અને પ્રતિવાદીને કોર્ટ તરફથી કોઈ નોટિસ કે સમન્સ મળ્યા નથી.

WhatsAppથી સમન્સનો ફોટો મોકલવા બદલ થઈ શકે સજા ? જાણો શું કહ્યું Delhi હાઈકોર્ટે
Delhi High Court - File Photo

Follow us on

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) વાદીએ વોટ્સએપ(WhatsApp) દ્વારા પ્રતિવાદીને સમન્સનો ફોટો(Summons Photo) મોકલ્યા પછી ફોજદારી અવમાનના(Criminal Contempt) માટે કારણ બતાવો નોટિસ જારી કરવાના કોમર્શિયલ કોર્ટના આદેશને રદ્દ કર્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે વાદી(Plaintiff) દ્વારા કરવામાં આવેલ આ કૃત્ય ન્યાયિક પ્રણાલીનું ઉલ્લંઘન અથવા ન્યાયિક પ્રણાલીની સમાંતર સિસ્ટમ ચલાવવા સમાન ન હોઈ શકે.

જસ્ટિસ અમિત બંસલ કોમર્શિયલ કોર્ટના આદેશને પડકારતી અરજી પર સાંભળી રહ્યા હતા, જેમાં અરજદાર ICICI બેંક લિમિટેડને અધ્યક્ષ મારફતે નોટિસ આપવાનો નિર્દેશ અપાયો હતો. સ્પીડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલવા ઉપરાંત, વાદીએ પ્રતિવાદીને કોમર્શિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સનો ફોટોગ્રાફ વોટ્સએપ દ્વારા પણ મોકલ્યો હતો કારણ કે વાદી પાસે પ્રતિવાદીનો ફોન નંબર હતો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે આ બાબત ઉપર સુનાવણી કરવામાં આવી હતી, ત્યારે પ્રતિવાદીએ રજૂઆત કરી હતી કે 30 નવેમ્બર, 2021 ના ​​રોજ વોટ્સએપ પર Private Notice of Appearance મળી હતી અને પ્રતિવાદીને કોર્ટ તરફથી કોઈ નોટિસ કે સમન્સ મળ્યા નથી. બીજી તરફ, ફરિયાદીએ દલીલ કરી હતી કે તેણે પ્રોસેસિંગ ફી ભરી દીધી હતી અને આ ઉપરાંત સમન્સના ફોટોગ્રાફ પણ વોટ્સએપ દ્વારા પ્રતિવાદીને મોકલવામાં આવ્યા હતા. તદનુસાર, વાણિજ્ય અદાલતે વાદીને કારણ બતાવો નોટિસ જારી કરીને તેની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ તેવો સંબંધિત ઓર્ડર (Impugned Order) કર્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

(Delhi High Court Order)

હાઇકોર્ટે જણાવ્યું- 

“આ કોર્ટનું માનવું છે કે વાદી સામે ફોજદારી અવમાનના શરૂ કરવા માટે કોમર્શિયલ કોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરવાની કોઈ જરૂર ન હતી. માત્ર સમન્સનો ફોટોગ્રાફ વાદીએ પ્રતિવાદીને WhatsApp દ્વારા મોકલવામાં આવ્યો હતો જે ન્યાયિક પ્રણાલીનું ઉલ્લંઘન કરવું કે ન્યાયિક પ્રણાલીની સમાંતર સિસ્ટમ ચલાવવાના સમાન નથી.” કોર્ટે એ પણ અભિપ્રાય આપ્યો હતો કે Impugned Observations સંપૂર્ણપણે ગેરવાજબી હતા અને વાદીએ યોગ્ય પ્રક્રિયા ફી દાખલ કરી હતી અને સામાન્ય પ્રક્રિયા સાથે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રતિવાદીને નિયમિત સમન્સ જારી કરવા માટે પગલાં લીધાં હતાં.

કોર્ટે કહ્યું કે, “સબઓર્ડિનેટ કોર્ટ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે માત્ર હાઈકોર્ટને રેફર કરી શકે છે. તેથી, સબંધિત ઓર્ડર સ્પષ્ટપણે કોમર્શિયલ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે.

આ પણ વાંચો:

Goa Assembly Election: પંજાબ બાદ આમ આદમી પાર્ટી આવતીકાલે ગોવામાં સીએમ ઉમેદવારના નામની કરશે જાહેરાત

આ પણ વાંચો:

Lakhimpur Kheri Case: લખીમપુર કેસમાં આશીષ મિશ્રાની જામીન પર હાઇકોર્ટે નિર્ણય અનામત રાખ્યો, બે-ત્રણ દિવસમાં ચુકાદો

Next Article