Supreme Court : અનાથ બાળકોના કલ્યાણ મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, જાણો સરકારને શું કર્યા આદેશ

|

Jul 28, 2021 | 5:02 PM

અનાથ બાળકોના કલ્યાણ સાથે જોડાયેલા સુઓમોટો મામલે સુનાવણી કરતા જસ્ટિસ એલ નાગેશ્વરા રાવે સરકારને ટકોર કરતા જણાવ્યું કે,"આ રાજકીય મુદ્દો નથી પરંતુ બાળકોના કલ્યાણ સાથે જોડાયેલો મહત્વનો મુદો છે."

Supreme Court : અનાથ બાળકોના કલ્યાણ મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, જાણો સરકારને શું કર્યા આદેશ
Supreme Court (File Photo)

Follow us on

બાળકોના કલ્યાણ સાથે જોડાયેલા સુઓમોટો મામલે સુપ્રીમ કોર્ટનું (Supreme Court) આકરુ વલણ સામે આવ્યું છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ (West Bengal)અને પંજાબ સહિતના અનેક રાજ્યોને કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોના કલ્યાણ માટે ટકોર કરી છે.

ન્યાયાધીશ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ(Justice Aniruddha Bose) અને  નાગેશ્વરા રાવના નેતૃત્વ હેઠળની બેચ દ્વારા સુઓમોટો (Suomoto) અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ રાઇટ્સ”નો લાભ દેશના તમામ બાળકોને મળવો જોઈએ.ઉપરાંત સરકારને જણાવ્યુ કે, આ યોજનામાં કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો જ નહિ, પરંતુ તમામ બાળકોને સમાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આપને જણાવવું રહ્યું કે,બાળકોના કલ્યાણ સાથે જોડાયેલા સુઓમોટો મામલે સુનાવણી કરતા જસ્ટિસ એલ નાગેશ્વરા રાવે(Nageshvar Rao) જણાવ્યું હતું કે,આ રાજકીય મુદ્દો નથી પરંતુ બાળકોના કલ્યાણ સાથે જોડાયેલો મહત્વનો મુદો છે. સુપ્રિમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ ,પંજાબ(Punjab) સહિત રાજ્યોએ કોરોનાને કારણે રાજ્યમાં અનાથ (Orphan) થયેલા બાળકોની માહિતી આપી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઉલ્લેખનીય છે કે,પશ્ચિમ બંગાળ સરકારે કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોની માહિતી આપી હતી.જેમાં 27 અનાથ બાળકોની માહિતી આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ આંકડા પર અમને વિશ્વાસ નથી.

આપને જણાવવું રહ્યું કે,”રાષ્ટ્રીય કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન્સ રાઇટ્સ” (National Commission for the Protection of Children’s Rights) યોજના અંતર્ગત ‘બાલ સ્વરાજ’ (Bal Swaraj) નામના પોર્ટલ પર આપવામાં આવેલા આંકડા પર સુપ્રીમ કોર્ટ સરકારની ઝાટકણી કાઢી હતી.અને જણાવ્યું કે અમને આ આંકડા પર વિશ્વાસ નથી.

આ પણ વાંચો: Rahul Gandhi: સંસદ સત્રમાં ભારે હંગામા બાદ રાહુલ ગાંધીનું નિવેદન, “સરકાર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે”

આ પણ વાંચો: બાઈડન ભારત સાથે મજબુત દોસ્તી ઈચ્છે છે, ભારતને વેક્સિનના વધુ 25 મિલિયન ડોઝ આપવામાં આવશે: એન્ટની બ્લિકેન

Published On - 5:02 pm, Wed, 28 July 21

Next Article