બાઈડન ભારત સાથે મજબુત દોસ્તી ઈચ્છે છે, ભારતને વેક્સિનના વધુ 25 મિલિયન ડોઝ આપવામાં આવશે: એન્ટની બ્લિકેન

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકેન અને ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ છે.મુલાકાત બાદ વિદેશમંત્રી એન્ટની બ્લિકેને જણાવ્યું હતું કે,ભારત અને અમેરીકાના સંબધો મજબુત છે.

બાઈડન ભારત સાથે મજબુત દોસ્તી ઈચ્છે છે, ભારતને વેક્સિનના વધુ 25 મિલિયન ડોઝ આપવામાં આવશે: એન્ટની બ્લિકેન
Jaishankar and Blinken (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 3:31 PM

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકેન (Antony Bliken)ભારત પ્રવાસે છે. આજે વિદેશમંત્રી જયશંકર (Jaishankar)અને એન્ટની બ્લિકેન વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ છે.મળતા અહેવાલ મુજબ, આજે સાંજે 4 વાગ્યે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકેન પ્રધાનમંત્રી(Primeminister) મોદી સાથે  મુલાકાત કરશે.જેમાં પાકિસ્તાન દ્વારા આંતકવાદીઓને આપવામાં આવતા ફંડ અને અફઘાનિસ્તાન આતંકવાદ મુદે ચર્ચા થાય તેવી શક્યતા છે.

ભારતમાં અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિકેનની પ્રથમ મુલાકાત

એન્ટની બ્લિકેન અમેરિકાના વિદેશમંત્રી બન્યા ત્યાર પછી તેની ભારતમાં  પ્રથમ મુલાકાત છે.તેમણે આજે જયશંકર સાથે મુલાકાત કરી હતી. અને સુત્રો અનુસાર તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.મહત્વનું છે કે, મુલાકાત બાદ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિકેને (Antony Bliken)જણાવ્યું હતું કે”ભારત અને અમેરિકા વચ્ચેના સંબધ હંમેશા મજબુત રહેશે.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોરોનાની બીજી લહેરમાં મદદ કરવા બદલ બાઈડનનો આભાર:વિદેશમંત્રી જયશંકર

ભારત અને અમેરિકાના વિદેશીમંત્રીની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે.વિદેશમંત્રીએ જણાવ્યું કે,કોરોનાની બીજી લહેરમાં મદદ કરવા બદલ રાષ્ટ્રપતિ બાઈડનનો(Prime Minister Biden) આભાર અને  વધુમાં જણાવ્યું કે,વૈશ્વિક મુદા પર ચર્ચા કરવામાં આવી છે અને અફઘાનિસ્તાન સામે બંને દેશ સાથે મળીને કામ કરવામાં આવશે.

બાઈડન ભારત સાથે મજબુત સંબધો ઈચ્છી રહ્યો છે: એન્ટની બ્લિકેન

અમેરિકાના વિદેશીમંત્રી (Foreign Minister)એન્ટની બ્લિકેને જણાવ્યું  હતું કે,ભારતને વધુ 25 મિલિયન વેક્સિન ડોઝ આપવામાં આવશે.અને વધુમાં જણાવ્યું કે,રાષ્ટ્રપતિ બાઈડન ભારત સાથે મજબુત દોસ્તી ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો: સાઉદી અરેબિયાની લાલ આંખ, ભારત સહીત ‘રેડ લિસ્ટ’ માં સામેલ દેશમાં પ્રવાસ કરવા માટે વેઠવી પડશે સજા

આ પણ વાંચો: World biggest star sapphire: ખોદ્યો કુવો અને કાઢ્યો નીલમ, આ પથ્થરની કિંમત અને વજન સાંભળીને પગ તળેથી જમીન ખસી જશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">