પૂર્વ CBI ચીફ રાવને કોર્ટ સામે પંગો લેવો પડી ગયો મોંઘો, 1 લાખ રૂપિયાના દંડ સહિત આખો દિવસ કોર્ટમાં બેસવાની મળી સજા
સુપ્રીમ કોર્ટની અવમાનના કોઈને પણ ભારે પડી શકે છે. ભલે તે દેશની મહત્વની તપાસ એજંસી સીબીઆઈના પૂર્વ નિયામક નાગેશ્વર જ કેમ ન હોય. સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટ નાગેશ્વર રાવને કોર્ટની અવમાનના બદલ મંગળવારે આખો દિવસ કોર્ટમાં બેસવાની અને સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ભરવાની સજા સંભળાવી. Web Stories View more ઈંગ્લેન્ડમાં સૌથી […]

સુપ્રીમ કોર્ટની અવમાનના કોઈને પણ ભારે પડી શકે છે. ભલે તે દેશની મહત્વની તપાસ એજંસી સીબીઆઈના પૂર્વ નિયામક નાગેશ્વર જ કેમ ન હોય.
સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટ નાગેશ્વર રાવને કોર્ટની અવમાનના બદલ મંગળવારે આખો દિવસ કોર્ટમાં બેસવાની અને સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ભરવાની સજા સંભળાવી.
હકીકતમાં સીબીઆઈના વચગાળાના ચીફ પદે રહેતા રાવે પૂર્વ જૉઇંટ ડાયરેક્ટર એ કે શર્માની બદલી કરી નાખી હતી. શર્મા તે સમયે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસ કરી રહ્યા હતાં. એ કે શર્માની બદલી કરતા પહેલા નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટની પરવાનગી નહોતી લીધી. તેના પગલે કોર્ટે તેમને અવમાનની નોટિસ ફટકારી હતી.
જોકે નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટમાં રજૂ થતા પહેલા જ માફી માંગી લીધી હતી, પરંતુ ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈએ નાગેશ્વર રાવના માફીનામાને ફગાવી દીધુ હતું. રાવે સોમવારે સ્વીકાર કર્યો હતો કે તેમણે ભૂલ કરી અને તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માગતા કહ્યુ હતું કે તેમનો ઇરાદો સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ કરવાનો નહોતો.
સીબીઆઈ તરફથી ઍટૉર્ની જનરલે મંગળવારે દલીલ મૂકી કે નાગેશ્વર રાવે માફી માંગી છે અને તેમણે જાણી-જોઈને સુપ્રીમ કોર્ટની અવમાનના નથી કરી. ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા લીગલ એડવાઇઝરને કહ્યુ હતું કે એ કે શર્માની બદલી કરતા પહેલા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવાની પરવાનગી માંગવામાં આવે, પરંતુ આમ છતાં આવું ન કરવામાં આવ્યું. જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે ટ્રાંસફર કરતા પહેલા કોર્ટમાં એફિડેવિટ આપવું જોઇતુ હતું.
[yop_poll id=1346]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]