તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકીનો દાવો – અફઘાનિસ્તાનમાં ISISની હિંસક ગતિવિધિઓ પર લાગી રોક, કોઈ હુમલા થઈ શક્યા નથી
તાલિબાને સોમવારે દાવો કર્યો હતો કે, તેણે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની હિંસક ગતિવિધિઓને રોકી દીધી છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, ચીની મીડિયા સાથે વાત કરતા તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ દાવો કર્યો હતો.
તાલિબાને (Taliban) સોમવારે દાવો કર્યો હતો કે, તેણે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની હિંસક ગતિવિધિઓને રોકી દીધી છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, ચીની મીડિયા સાથે વાત કરતા તાલિબાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ (Amir Khan Muttaqi) દાવો કર્યો હતો કે, તાજેતરના મહિનાઓમાં ISIS દેશમાં કોઈ હુમલો કરવામાં સક્ષમ નથી. તેમણે એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતી અન્ય કોઈ દેશ માટે ખતરો નહીં હોય.
છેલ્લા ચાર મહિનામાં ISISનું કોઈ ઓપરેશન થયું નથી. અમે કહી શકીએ કે અફઘાનિસ્તાન અત્યારે એક સુરક્ષિત દેશ છે અને અમે વિશ્વને આપેલા વચનો માટે પ્રતિબદ્ધ છીએ. અમારો સંકલ્પ છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. ચીનના વર્તમાન અફઘાન સરકાર સાથે સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે. તેની પાછળનું એક કારણ એ છે કે, તાલિબાન રાજદ્વારીઓને ચીનની સરકારે સ્વીકારી લીધા છે. જો કે, બેઇજિંગે હજુ સુધી તાલિબાનને ઔપચારિક રીતે માન્યતા આપી નથી.
વિદેશ મંત્રીએ ચીનની મુલાકાતને સકારાત્મક ગણાવી
મુત્તાકીએ તેમની તાજેતરની ચીનની મુલાકાતને સકારાત્મક ગણાવી હતી. માર્ચના અંતમાં કેરટેકર મિનિસ્ટર મુત્તાકીના નેતૃત્વમાં તાલિબાનના પ્રતિનિધિમંડળે ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ વિદેશના ટોચના રાજદ્વારીઓ અને રાજદૂતો સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો કરી હતી. ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે, આ બેઠક સકારાત્મક હતી. અમે આશા રાખીએ છીએ કે આવી બેઠકો સારા પરિણામ લાવશે અને અફઘાન લોકો સારા સમાચાર સાંભળી શકશે.
રોકાણની સુવિધા માટે આર્થિક નીતિની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો
ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો કે, તેમણે અફઘાનિસ્તાનમાં રોકાણને સરળ બનાવવા માટે આર્થિક નીતિની તાલિબાનની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો. રાજકીય નિષ્ણાત જાવેદ સંગદિલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં મોટી સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી મોટા આર્થિક પ્રોજેક્ટ્સમાં અફઘાનિસ્તાનની હાજરી શક્ય બનશે નહીં.
આ પણ વાંચો: CLAT Exam 2022: CLAT પરીક્ષા જૂનમાં લેવામાં આવશે, અહીં તપાસો પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-