RSS વડા મોહન ભાગવત આજે કાશ્મીરી હિંદુઓને સંબોધશે, પંડિતોની વાપસી પર થઈ શકે છે મંથન

|

Apr 03, 2022 | 10:36 AM

દેશભરમાં કાશ્મીરી હિંદુઓના હિજરતની ચાલી રહેલી ચર્ચા વચ્ચે સંઘના વડા મોહન ભાગવત આજે કાશ્મીરી હિંદુઓને સંબોધશે. સંઘ પ્રમુખનું આ સંબોધન ઘણું મહત્વનું માનવામાં આવે છે.

RSS વડા મોહન ભાગવત આજે કાશ્મીરી હિંદુઓને સંબોધશે, પંડિતોની વાપસી પર થઈ શકે છે મંથન
Mohan Bhagwat (file photo)

Follow us on

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat ) આજે નવરેહની ઉજવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાશ્મીરી હિન્દુ (Kashmiri Hindu) સમુદાયને સંબોધિત કરશે. 1 થી 3 એપ્રિલ સુધી, જમ્મુમાં (Jammu) સંજીવની શારદા કેન્દ્ર ‘ત્યાગ અને શૌર્ય દિવસ’ની ઉજવણી કરવા અને નવરેહના શુભ તહેવાર પર કાશ્મીરી સમાજને તેમના વતન પાછા ફરવા પ્રોત્સાહિત કરવા માટે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

કાશ્મીરી પંડિતોનો મુદ્દો ગરમ છે

આ દિવસોમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ પ્રદર્શીત થયા બાદ સમગ્ર દેશમાં કાશ્મીરી પંડિતોની હિજરતનો મુદ્દો ગરમાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં આજે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતને નવરેહની ઉજવણી દરમિયાન કાશ્મીરી હિન્દુ સમુદાયને સંબોધવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન કાશ્મીરી પંડિતોનુ ઘાટીમાં પરત ફરવા પર પણ મંથન થઈ શકે છે. આ સાથે ભાગવત કાશ્મીરી પંડિતો સાથે નરસંહારનો મુદ્દો પણ દેશની સામે મૂકી શકે છે.

આ પહેલા સંઘના ઘણા સભ્યોએ દાવો કર્યો છે કે 1990માં RSSએ કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓને ઘણી મદદ કરી હતી. તમને જણાવી દઈએ કે નવરેહ તહેવાર કાશ્મીરી પંડિતોના નવા વર્ષની શરૂઆત કરે છે અને આ વખતે ખીણમાં તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યાંથી ભાગી ગયેલા કાશ્મીરી હિન્દુ પરિવારો પોતાના ઘરે પરત ફર્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઈન્દ્રેશ કુમારે ફિલ્મના વિવેચકોની કરી ટીકા

અગાઉ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઈન્દ્રેશ કુમારે શનિવારે કહ્યું હતું કે કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીકા કરતા રાજકીય પક્ષોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની નિંદા કરવી જોઈતી હતી, જે કાશ્મીરમાં મોત અને તબાહીનું કારણ છે. કુમારે લોકોને વર્ષો જૂની સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારો જાળવવાની પણ અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ

મસ્જિદોના લાઉડસ્પીકર સરકાર બંધ કરાવે, નહીં તો મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશેઃ રાજ ઠાકરે

આ પણ વાંચોઃ

કાશ્મીરી પંડિતોના પલાયનનો મુદ્દો ફરી વણસ્યો, BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યુ મોટું નિવેદન

Next Article