શું તમે બેરોજગાર છો? તો સરકાર તમને આપશે પગારના 50% રકમ! જાણો કેવી રીતે

આ યોજના હેઠળ બેરોજગાર લોકોને તેમના પગારના 50% જેટલી રકમ ત્રણ માસ માટે મળે છે. આ યોજના 30 જુન 2021 સુધી લાગુ રહેશે.

શું તમે બેરોજગાર છો? તો સરકાર તમને આપશે પગારના 50% રકમ! જાણો કેવી રીતે
સરકારી કર્મચારીઓના DA પછી TA પણ વધશે નહીં

ભારતમાં કોરોનાકાળ દરમિયાન લાખો લોકો બેરોજગાર બન્યા હતા. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયો, પરંતુ પરિસ્થિતિ હજુ સુધી સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. શ્રમ મંત્રાલયે કોરોના સમયગાળા દરમિયાન બેરોજગાર લોકો માટે અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના શરૂ કરી, જેમાં નોકરી ગુમાવનારા લોકોને ઘણો ફાયદો થયો છે. આ યોજના હેઠળ સરકારે બેરોજગાર લોકોને અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આ યોજના માટે હજી પણ મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. આ યોજના હેઠળ બેરોજગાર લોકોને તેમના પગારના 50% જેટલી રકમ ત્રણ માસ માટે મળે છે. આ યોજના 30 જુન 2021 સુધી લાગુ રહેશે.

યોજનાની વધુ માહિતી અહીંથી મળશે:
https://www.esic.nic.in/attachments/publicationfile/4ea1be1aa73b1f590ab4f1e0a4e72403.pdf

એક રિપોર્ટ અનુસાર નોકરી ગુમાવનારા 36 હજાર લોકોએ આ યોજના હેઠળ અરજી કરી છે. અરજી કરનારાઓમાંથી 16 હજાર લોકોમાં 16 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા છે, જ્યારે બાકીના 20 હજાર લોકોની અરજીઓની તપાસ ચાલી રહી છે. આ યોજનામાં બેરોજગાર લોકોને તેમના પગારના 50% જેટલી રકમ મળે છે. આ નાણા મહત્તમ ત્રણ મહિનાના પગાર જેટલા મળે છે. જો આ ત્રણ મહિનાના સમયગાળામાં બેરોજગાર વ્યક્તિ નોકરી પ્રાપ્ત કરે છે, તો યોજનાનો લાભ મળતો નથી.

આ પણ વાંચો: સસ્તામાં સોનાના આભૂષણો ખરીદવાની સુવર્ણ તક! ક્યાં અને કેવી રીતે? વાંચો આ અહેવાલ

કેદ્રીય શ્રમ મંત્રાલય અંતર્ગત ESIC હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી હતી. એટલે કે, ESIC હેઠળ લાભ મેળવનારા બધા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે. ESICના લાભાર્થીઓની સંખ્યા આશરે 3.5 કરોડ છે. આ યોજનાનો લાભ સૌથી વધારે આંધ્રપ્રદેશના લોકોએ લીધો છે. આંધ્રપ્રદેશ બાદ હરિયાણા અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોના બેરોજગાર લોકોએ ઓછી અરજી કરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati