અજાણતા થઈ ભૂલ… મુસાફરીની શરતોનું ઉલ્લંઘન કરવા પર રોબર્ટ વાડ્રાએ માંગી માફી

|

Sep 21, 2022 | 7:27 PM

આ પહેલા કોર્ટે રોબર્ટ વાડ્રાના (Robert Vadra) એ ખુલાસાને સ્વીકાર કરવાનો ના પાડી હતી કે તેઓ મેડિકલ ઈમરજન્સી માટે દુબઈમાં રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે વાડ્રાને નોટિસ જાહેર કરીને તેમને જવાબ માંગ્યો છે.

અજાણતા થઈ ભૂલ... મુસાફરીની શરતોનું ઉલ્લંઘન કરવા પર રોબર્ટ વાડ્રાએ માંગી માફી
Robert Vadra

Follow us on

દિલ્હીની અદાલતે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી કરવાની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ખરેખર ઈડીએ રોબર્ટ વાડ્રા (Robert Vadra) સામે મુસાફરી સંબંધિત નિર્ધારિત શરતોનું ઉલ્લંઘન કરવાના અરોપમાં તેમની જમા કરેલી એફડી જપ્ત કરવાની અને કાર્યવાહીની માંગ કરી છે. આ કેસમાં વાડ્રાએ કોર્ટ સમક્ષ બિનશરતી માફીની ઓફર કરી હતી, જ્યારે ઈડીએ કહ્યું હતું કે તેમની સામે કાર્યવાહી શરૂ થવી જોઈએ. એક એફિડેવિટમાં વાડ્રાએ જણાવ્યું હતું કે તેને અજાણતામાં ભૂલ કરી હતી અને મુસાફરીની પરવાનગી માંગતી અરજીમાં “દુબઈ માટે” લખવાને બદલે “વાયા દુબઈ” લખ્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં વાડ્રા હાલમાં જામીન પર બહાર છે.

કોર્ટે વાડ્રાની સ્પષ્ટતા સ્વીકારવાની ના પાડી

આ પહેલા કોર્ટે વાડ્રાના એ ખુલાસાને સ્વીકાર કરવાની ના પાડી હતી કે તેઓ મેડિકલ ઈમરજન્સી માટે દુબઈમાં રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે વાડ્રાને નોટિસ જાહેર કરીને તેમને જવાબ માંગ્યો છે કે મુસાફરી સંબંધિત શરતોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની એફડી શા માટે જપ્ત ન કરવી જોઈએ. કોર્ટે કારણ બતાવો નોટિસ જાહેર કરતા કહ્યું કે તે રોબર્ટ વાડ્રાના ખુલાસાને સ્વીકારી શકે નહીં.

કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે “હું એફિડેવિટના પેરા 5માં સમાયેલ એકમાત્ર સ્પષ્ટિકરણ પર અરજદારના દાવાને સ્વીકારવામાં અસમર્થ છું કે અરજદારને યુએઈથી યુકે સુધીના પ્રવાસ દરમિયાન યુએઈમાં રહેવાની તબીબી આવશ્યકતાઓને કારણે ફરજ પડી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોર્ટે કહ્યું હતું કે, વાડ્રા 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી દુબઈમાં રોકાયા હતા અને ત્યારબાદ 29 ઓગસ્ટના રોજ લંડન ગયા હતા, જ્યારે તેઓ નિર્ધારિત શરતો અનુસાર દુબઈમાં રહેવાના ન હતા. કોર્ટે આ માટે 22 ઓગસ્ટના રોજ પ્રવાસના કાર્યક્રમ અને મુસાફરીની ટિકિટની કોપી આપી હતી. વાડ્રા દ્વારા માંગવામાં આવેલી પરવાનગી બાદ તેમને 12 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત, સ્પેન અને ઈટાલી થઈને ચાર અઠવાડિયા માટે બ્રિટન જવાની મંજૂરી આપવામાં આવી હતી.

વાડ્રાએ પરત ફર્યા બાદ તેમના એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની આગળની યાત્રા શરૂ કરતા પહેલા યુએઈમાં રોકાયા હતા કારણ કે તેમના ડાબા પગમાં ડીપ વેન થ્રોમ્બોસિસ (ડીવીટી) હતો અને તેમને લાંબા અંતરની ફ્લાઈટ્સ વચ્ચે યોગ્ય આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.

Next Article