ABG ગ્રુપના સ્થાપક અને ચેરમેન ઋષિ અગ્રવાલની ધરપકડ, 22 હજાર કરોડની બેંક છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો

સીબીઆઈએ 22,000 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં એબીજી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ ઋષિ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે.

ABG ગ્રુપના સ્થાપક અને ચેરમેન ઋષિ અગ્રવાલની ધરપકડ, 22 હજાર કરોડની બેંક છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો
CBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 6:46 PM

સીબીઆઈએ (CBI) 22,000 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં એબીજી ગ્રુપના (ABG group) સ્થાપક અને અધ્યક્ષ ઋષિ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. એબીજી શિપયાર્ડ લિમિટેડની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી. ગુજરાતના દહેજ અને સુરતમાં એબીજી ગ્રુપની આ શિપયાર્ડ કંપની પાણીના જહાજોના બાંધકામ અને સમારકામમાં રોકાયેલી છે. અત્યાર સુધીમાં આ કંપની 165 જહાજો બનાવી ચૂકી છે. 1991 સુધીમાં, આ કંપનીને દેશ-વિદેશમાંથી મોટા ઓર્ડર મળ્યા, જેમાં મોટો નફો થયો હતો.

શું છે સમગ્ર કૌભાંડ?

મહત્વનું છે કે, UPA સરકાર દરમિયાન આ કોભાંડ થયું હતું. રિપોર્ટ અનુસાર, 2016માં કંપનીને 550 કરોડ ડોલરથી મોટું નુકસાન થયું હતું અને તે પછી ABG શિપયાર્ડની હાલત ખરાબ થઈ ગઈ હતી. પોતાની નાણાકીય સ્થિતિને ટાંકીને, કંપનીએ બેંકો પાસેથી લોન લીધી અને આ સૌથી મોટું કૌભાંડ આચર્યું હતું. જે અંતર્ગત સ્ટેટ બેંકની ફરિયાદ અનુસાર, કંપનીએ બેંક પાસેથી 2,925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી 7,089 કરોડ રૂપિયા, આઈડીબીઆઈ બેંકમાંથી 3,634 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડામાંથી 1,614 કરોડ રૂપિયા, પંજાબ નેશનલ બેંકમાંથી 1,244 કરોડ રૂપિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી 1,228 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. આ રીતે કંપનીએ કુલ 28 બેંકો પાસેથી લોન લીધી હતી.

એસબીઆઈએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ નાણાંનો ઉપયોગ તે વસ્તુઓ માટે કરવામાં આવ્યો ન હતો જેના માટે બેંકે તેને આપ્યું હતું, પરંતુ તેનો ઉપયોગ અન્ય વસ્તુઓ માટે કરવામાં આવ્યો હતો. SBIએ આ મામલે પહેલી ફરિયાદ 8 નવેમ્બર 2019ના રોજ કરી હતી. દોઢ વર્ષથી વધુ સમય સુધી તપાસ કર્યા પછી, સીબીઆઈએ 7 ફેબ્રુઆરી, 2022ના રોજ કેસમાં એફઆઈઆર નોંધી. SBIએ પણ સમજાવ્યું કે તેણે બેંકોના કન્સોર્ટિયમ વતી કેસ કેમ દાખલ કર્યો. વાસ્તવમાં, ICICI અને IDBI બેંક કન્સોર્ટિયમમાં પ્રથમ અને બીજા અગ્રણી ધિરાણકર્તા હતા. જો કે, જાહેર ક્ષેત્રની બેંકોમાં, SBI સૌથી વધુ ધિરાણ આપનાર હતી. તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે SBI CBIમાં ફરિયાદ કરશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ કેસમાં પહેલી એફઆઈઆર 7 ફેબ્રુઆરીએ નોંધ્યા બાદ સીબીઆઈએ 12 ફેબ્રુઆરીએ 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારબાદ દેશનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું. સીબીઆઈએ એબીજી શિપયાર્ડ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્ય આઠ સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. ઋષિ કમલેશ અગ્રવાલ ઉપરાંત, કેન્દ્રીય એજન્સીએ એબીજી શિપયાર્ડના તત્કાલિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટરો- અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય એક કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગુનાહિત ભંગનો કેસ દાખલ કર્યો છે. અને સત્તાવાર દુરુપયોગ જેવા ગુના માટે નોંધાયેલ.

રિપોર્ટ અનુસાર, કંપનીઓ પર આરોપ છે કે તેમણે બેંક ફ્રોડ દ્વારા મેળવેલા પૈસા વિદેશમાં મોકલીને અબજો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. અર્ન્સ્ટ એન્ડ યંગ LP દ્વારા 18 જાન્યુઆરી, 2019ના રોજ ફાઈલ કરવામાં આવેલા એપ્રિલ 2012થી જુલાઈ 2017 સુધીના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા બેંક લોનનો ગેરઉપયોગ કર્યો અને ભંડોળને ડાયવર્ટ કર્યું.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">