Rain Alert : ભારે વરસાદ સાથે મહારાષ્ટ્ર- MPમાં રેડ અલર્ટ, અન્ય 6 રાજ્યમાં વરસાદની આગાહી, જાણો આજે કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Rain Alert : ભારે વરસાદ સાથે મહારાષ્ટ્ર- MPમાં રેડ અલર્ટ, અન્ય 6 રાજ્યમાં વરસાદની આગાહી, જાણો આજે કેવું રહેશે હવામાન
Red alert in Maharashtra MP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 9:36 AM

New Delhi: દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી-NCR, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની વેધર એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી વધુ) સહિત અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. તૈયાર રહો અને સુરક્ષિત રહો.

દિલ્હીમાં કેવું રહેશે હવામાન?

શુક્રવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. IMD અનુસાર શુક્રવારે સવારે 8:30 વાગ્યા સુધી 4.1 મિમી વરસાદ નોંધાયો હતો. દિલ્હી-એનસીઆરમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ ઝરમર ઝરમર વરસાદની પણ શક્યતા છે. આ દરમિયાન અહીંના લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?

આજે આ રાજ્યમાં ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મરાઠવાડા, તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડ-હિમાચલમાં પણ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ચાર દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દેહરાદૂનના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
g clip-path="url(#clip0_868_265)">