હિમાચલપ્રદેશના પહાડોમાં રાત્રે અંધારામાં ટેક ઓફની પ્રેકટીસ કરતા રાફેલ

|

Sep 20, 2020 | 11:42 PM

ભારતીય વાયુદળમાં સામેલ કરાયેલા ફ્રાન્સના લડાકુ વિમાન રાફેલ, હિમાચલ પ્રદેશના પર્વતોમાં રાત્રે ટેકઓફની તાલીમ લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાફેલ વિમાન દ્વારા એર ટુ એર મિસાઈલ અને એર ટુ ગ્રાઉન્ડ મિસાઈલની પણ તાલિમ લેવાઈ રહી છે. જેથી કરીને ચીન સાથે યુધ્ધની સ્થિતિ સર્જાય તો લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીના દુર્ગમ પર્વતીય પ્રદેશમાં ભારતીય સીમાની સલામતી […]

હિમાચલપ્રદેશના પહાડોમાં રાત્રે અંધારામાં ટેક ઓફની પ્રેકટીસ કરતા રાફેલ

Follow us on

ભારતીય વાયુદળમાં સામેલ કરાયેલા ફ્રાન્સના લડાકુ વિમાન રાફેલ, હિમાચલ પ્રદેશના પર્વતોમાં રાત્રે ટેકઓફની તાલીમ લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાફેલ વિમાન દ્વારા એર ટુ એર મિસાઈલ અને એર ટુ ગ્રાઉન્ડ મિસાઈલની પણ તાલિમ લેવાઈ રહી છે. જેથી કરીને ચીન સાથે યુધ્ધની સ્થિતિ સર્જાય તો લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીના દુર્ગમ પર્વતીય પ્રદેશમાં ભારતીય સીમાની સલામતી માટે ઉપયોગ કરી શકાય.

પ્રથમ તબક્કમાં ભારતમાં લવાયેલ પાંચ રાફેલ વિમાનને હાલ ચીન સાથેની સરહદ લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC)થી દુર જ રાખવામાં આવશે. અકસાઈ ચીન અને લદ્દાખની નજીકમાં રહેલ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના રડારમાં રાફેલના ફિક્વન્સી સિગ્નલ પકડાય નહી. જેથી યુદ્ધ સમયે રાફેલ દ્વારા હવાઈ હુમલો કરવાની તાકાતમાં કોઈ પણ પ્રકારે ટેકનિકલ અવરોધ ઊભો ના થાય. જો કે તજજ્ઞોના કહેવા મુજબ રાફેલ દ્વારા લદાખમાં પણ તાલીમ લઈ શકાય છે કારણ કે રાફેલમાં સ્થિતિ મુજબ ફિક્વન્સી બદલવાની અજોડ ક્ષમતા છે. રાફેલની ગતીવિધી જાણવા માટે ચીનના પિપલ્સ લિબરેશન આર્મીએ અકસાઈ ચીન સહીત તેમના પ્રદેશમાં ઊચા પર્વત ઉપર ઈલેકટ્રોનિક ઈન્ટેલિજન્સ રડાર ગોઠવ્યા છે. પરંતુ એ રડારમાં રાફેલની કોઈ ગતિવિધિ પકડાતી નથી. કારણ કે ચીન દ્વારા મોટાભાગના ઈલેક્ટ્રોનિક રડાર અમેરિકાના યુધ્ધ વિમાનોને ધ્યાને રાખીને બનાવ્યા છે.

આ પણ વાંચોઃઉતર ગુજરાતમાં વરસાદની 43 ટકા ઘટ, ખેતી-પશુપાલન ક્ષેત્રે મુશ્કેલી
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:07 pm, Mon, 10 August 20

Next Article