Rajiv Gandhi Death Anniversary 2021: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલિ
Rajiv Gandhi Death Anniversary 2021: 21 મે એટલે કે આજે પૂર્વપ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 30 મી પુણ્યતિથિ છે. આજના દિવસને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની પુણ્યતિથિ છે. તેમની આ 30મી પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસે પોતાના પરતી કાર્યકર્તાઓને અપીલ કરી છે કે આજના દિવસને સેવા અને સદ્દભાવનાના રૂપે ઉજવવામાં આવે. કોંગ્રેસે કાર્યકર્તાઓને આજના દિવસ નિમિતે કોરોનાની મુશીબત સામે લડી રહેલા લોકોની મદદ કરવા અપીલ કરી છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
રાજીવ ગાંધીની 30 મી પુણ્યતિથિ (Rajiv Gandhi Death Anniversary) પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પાર્ટી મહામંત્રી પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) પણ તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે.
Truth, Compassion, Progress. #RememberingRajivGandhi pic.twitter.com/UbAqJ3zV2M
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2021
રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીની તસવીર શેર કરતા લખ્યું ‘સત્ય, કરુણા, પ્રગતિ”. ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વિટમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રિયંકાએ તેમની તસ્વીર સાથે મેસેજ આપ્યો છે કે “પ્રેમ કરતા મોટી કોઈ શક્તિ નથી, દયાથી મોટું કોઈ સાહસ નથી, કરુણાથી મોટી કોઈ શક્તિ નથી અને વિનમ્રતા કરતા મોટો કોઈ ગુરુ નથી.”
There is no greater strength than love, no greater courage than kindness, no greater power than compassion and no greater teacher than humility.#RememberingRajivGandhi pic.twitter.com/CPJZDCcl5R
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 21, 2021
આત્મઘાતી હુમલામાં થઇ હતી હત્યા
21 મે 1991 ની રાત્રે તમિલનાડુના શ્રીપેરમ્બુદુર ખાતે ચૂંટણી સભા ચાલી રહી હતી. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. સભા સરમીયાન એક આત્મઘાતી બોમ્બર મહિલા દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ઘટનામાં બોમ્બર મહિલા સહીત અન્ય 14 લોકો માર્યા ગયા હતા. સંભવત: આ એવો પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો જેમાં કોઈ મોટા નેતાની હત્યા થઇ હોય.
રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ
આજના દિવસે એટલે કે 21 મે 1991 ના રોજ ભારતના 7 મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. તમિળનાડુમાં આતંકીઓ દ્વારા તેની હત્યા બાદ વી.પી. સિંઘ સરકારે 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે.
સદ્દભાવના અને સેવાના દિવસ તરીકે ઉજવવાનો કોંગ્રેસનો નિર્ણય
કોંગ્રેસે (Congress) રાજીવ ગાંધીની આ 30મી પુણ્યતિથિને સદ્દભાવના અને સેવાના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દેશ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે દેશના લોકો દુઃખ અને પરેશાનીમાં છે. 21 મેના રોજ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ નિમિતે સૌથી મોટી શ્રદ્ધાંજલિ એ હશે કે કોરોના કાળમાં સામાન્ય લોકોના જીવ બચાવવામાં આવે.
આ પણ વાંચો: David Warner: દક્ષિણના ફિલ્મી ગીત ‘રાઉડી બેબી’ માં અભિનેતા ધનુષને બદલે ડેવિડ વોર્નર ! જોઈને હસી પડશો
Latest News Updates





