Rajasthan : જયપુરના સરકારી હોસ્પિટલમાંથી વેક્સીનના 320 ડોઝની ચોરી, દેશમાં વેક્સીન ચોરીનો પ્રથમ કેસ

Rajasthan : વેક્સીનના 320 ડોઝની ચોરી (Theft of 320 doses of vaccine) માં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની આશંકા.

Rajasthan : જયપુરના સરકારી હોસ્પિટલમાંથી વેક્સીનના 320 ડોઝની ચોરી, દેશમાં વેક્સીન ચોરીનો પ્રથમ કેસ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 3:36 PM

Rajasthan : દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે આવામાં રાજસ્થાનમાં કોરોના વેક્સીનનો અમુક જથ્થો ગાયબ થયાના સમાચાર સામે આવ્યાં છે. વેક્સીનના આ જથ્થાની ચોરી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.જયપુરમાં કોરોના વેક્સીનના 320 ડોઝની ચોરી (Theft of 320 doses of vaccine) થઈ છે.

જયપુરમાં વેક્સીનના 320 ડોઝની ચોરી રાજસ્થાનના પાટનગર જયપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. રાજસ્થાનમાં કોરોના રસીના અછત બાદ પછી હવે આ રસીની ચોરી પણ થઈ રહી છે. જયપુરની સરકારી હોસ્પિટલમાંથી કોરોના વેક્સીનના 320 ડોઝની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. આરોગ્ય વિભાગ એ પણ તપાસ કરશે કે ગેરકાયદેસર રીતે રસી મુકવાનું કોઈ રેકેટ સક્રિય થયું છે કે કેમ.

દેશભરમાં વેક્સીન ચોરીનો પ્રથમ કેસ દેશમાં કોરોનાના કેસો વધવાની સાથે જ રસીકરણ અભિયાનને પણ હતી આપવામાં આવી રહી છે. રસીકરણની આખી એક પ્રક્રિયા છે જેમાંથી પસાર થવું પડે છે. પરતું આ પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે એ માટે કેટલાક શખ્સોએ રસીના આ જથ્થાની ચોરી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના પાટનગર જયપુર સરકારી હોસ્પિટલમાંથી કોરોના વેક્સીનના 320 ડોઝની ચોરી (Theft of 320 doses of vaccine)થયા ની ઘટના સમગ્ર દેશમાં વેક્સીન ચોરી થયાની પ્રથમ ઘટના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોઈ જાણભેદુ વ્યક્તિએ ચોરી કર્યાની શક્યતા જયપુર સરકારી હોસ્પિટલમાંથી કોરોના વેક્સીનના 320 ડોઝની ચોરીની ઘટનામાં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, ત્યારે જાણ થઇ કે રસી ચોરી થઈ છે તે સ્થળે માત્ર એક સીસીટીવી કેમેરા હતો અને એ પણ કામ કરી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં હોસ્પિટલના કર્મચારીની મિલીભગતથી આ ચોરી કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે.

રાજસ્થાનમાં એક કરોડ લોકોને અપાઈ વેક્સીન રાજસ્થાન દેશનું બીજું રાજ્ય બન્યું છે, જ્યાં સોમવારે બપોર સુધી એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના તબીબી અને આરોગ્યપ્રધાન ડો. રઘુ શર્માએ રાજ્યના તબીબી કર્મચારીઓને એક કરોડથી વધુ લોકોનું રસીકરણ બદલ અભિનંદન આપ્યા છે. તેમણે રાજ્યની જનતાને પણ મોટી સંખ્યામાં રસી મુકાવવા અપીલ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">