Accident :સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ભભૂકી ઉઠી આગ, 4ના મોત- આંકડો વધવાની શક્યતા

|

Sep 19, 2021 | 11:53 PM

રાજસ્થાનના (rajsthan) શ્રી ગંગાનગર અકસ્માતના (Accident) અનુપગઢમાં મોટો અકસ્માત થયો છે. સ્લીપર કોચ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દરમિયાન વિસ્ફોટ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત સમયે બસની અંદર ઘણા મુસાફરો હાજર હતા. આ અકસ્માતમાં 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે જ સમયે 3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા […]

Accident :સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ભભૂકી ઉઠી આગ, 4ના મોત- આંકડો વધવાની શક્યતા
Rajasthan sri ganganagar bus or truck collision blast 3 died 15 injured

Follow us on

રાજસ્થાનના (rajsthan) શ્રી ગંગાનગર અકસ્માતના (Accident) અનુપગઢમાં મોટો અકસ્માત થયો છે. સ્લીપર કોચ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દરમિયાન વિસ્ફોટ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત સમયે બસની અંદર ઘણા મુસાફરો હાજર હતા.

આ અકસ્માતમાં 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે જ સમયે 3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે અનૂપગઢની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

બસમાં આગ લાગ્યાના સમાચાર બાદ બીએસએફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. તે જ સમયે બીએસએફના જવાનોએ સ્લીપર કોચ બસમાંથી ત્રણ મૃતદેહો સળગીને ચીપકી ગયા હતા. આ સાથે, બસની અંદર ઘણા વધુ મૃતદેહો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટ્રક ચાલક અને ક્લીનરનું મોત
ટ્રક બસ સાથે અથડાયા બાદ ટ્રકના ડ્રાઈવર અને હેલ્પરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.  તો બસમાંથી મહિલાસહીત 2 મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. આ દુ: ખદ અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી. ટ્રક અને બસ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બ્લાસ્ટ બાદ બસમાં આગ લાગી હતી. અકસ્માત સમયે મુસાફરો બસની અંદર હાજર હતા.

નજીકના લોકોએ ઘટના અંગે પોલીસ-વહીવટીતંત્રને જાણ કરી હતી. ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઇ હતી. આ ઘટના નેશનલ હાઇવે પર અનૂપગઢ ગામ નજીક બની હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. મૃતદેહોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પંજાબના જલાલાબાદ બ્લાસ્ટ કેસ સાથે સંકળાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનોની મદદથી તેને પકડવામાં આવ્યો હતો. તેના અન્ય સાથીની શોધ ચાલુ છે. પોલીસ આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન કરી રહી છે. જ્યારે પોલીસ શંકાસ્પદની પૂછપરછ કરી રહી છે.

માહિતી અનુસાર, પંજાબ રાજ્યના જલાલાબાદમાં 15 સપ્ટેમ્બરે થયેલા વિસ્ફોટના બે શંકાસ્પદ આતંકવાદીઓ શ્રીગંગાનગર જિલ્લામાં છુપાયા હોવાની માહિતી મળી હતી. આ ઇનપુટ પર, રાજસ્થાન અને પંજાબ બંને રાજ્યોની પોલીસ સતત સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત હતી. ત્યારે આ અકસ્માત સર્જાઈ હતો.

વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો :Charanjit Singh Channiને કોંગ્રેસે પંજાબના મુખ્યપ્રધાન બનાવી એક સાથે અનેક નિશાન સાધ્યા, જાણો શા માટે ચન્નીની પસંદગી થઇ

આ પણ વાંચો :પ્રેમિકાએ પ્રેમી માટે ઘર વેચ્યુ, પૈસા આપ્યા, પ્રેમીએ તેને અને તેના ત્રણ બાળકોને મોત આપ્યું, UPના હત્યાકાંડનું મુંબઈ કનેક્શન

Published On - 11:41 pm, Sun, 19 September 21

Next Article