Charanjit Singh Channiને કોંગ્રેસે પંજાબના મુખ્યપ્રધાન બનાવી એક સાથે અનેક નિશાન સાધ્યા, જાણો શા માટે ચન્નીની પસંદગી થઇ

Punjab New Chief Minister:ચરણજીત સિંહ ચન્ની પંજાબની ચમકૌર સાહિબ વિધાનસભાબેઠક પરથી ત્રીજી વખત કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે, ગત ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે જીત મેળવી હતી.

Charanjit Singh Channiને કોંગ્રેસે પંજાબના મુખ્યપ્રધાન બનાવી એક સાથે અનેક નિશાન સાધ્યા, જાણો શા માટે ચન્નીની પસંદગી થઇ
know why Congress chose Charanjit Singh Channi as the Chief Minister of Punjab

PUNJAB માં છેલ્લા ઘણા મહિનાઓથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું. કોંગ્રેસ સતત કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) અને પક્ષના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી હતી. અમરિંદર સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોંપ્યા બાદ પાર્ટીથી ખૂબ નારાજ હતા અને અંતે શનિવારે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેના પર દરેકની નજર હતી, કારણ કે રાજ્યમાં આવતા વર્ષે ચૂંટણીઓ થવાની છે અને પક્ષ કયા ચહેરાને મહત્વ આપે છે એ સૌ કોઈ જાણવા આતુર હતા.

ચરણજીત સિંહ ચન્નીની પસંદગી
મુખ્યમંત્રીપદના ચહેરાની પસંદગી માટે કોંગ્રેસ પાર્ટીમાં પંજાબથી દિલ્હી સુધી મંથન કરવામાં આવ્યું હતું અને રવિવારે સાંજના અંત સુધીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ટ્વિટકરીને જાણકારી આપી કે પંજાબના આગામી મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) હશે.

જાણો ચરણજીત સિંહ ચન્ની વિશે
ચરણજીત સિંહ ચન્ની પંજાબની ચમકૌર સાહિબ વિધાનસભાબેઠક પરથી ત્રીજી વખત કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે, ગત ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે જીત મેળવી હતી. ચરણજીત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી છે. તે રામદાસિયા શીખ સમુદાયમાંથી આવે છે. આ જ કારણ છે કે આ નિર્ણય ચન્નીની તરફેણમાં લેવામાં આવ્યો છે, કારણ કે કોંગ્રેસ રાજ્યમાં શીખ સમુદાયને નિરાશ કરવા માંગતી ન હતી.

ચન્ની કોંગ્રેસના બીજા દલિત છે જેમને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવામાં આવી રહ્યા છે. અગાઉ રાજસ્થાનમાં જગન્નાથ પહાડિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ચન્ની રાજ્ય સરકારમાં ટેકનિકલ શિક્ષણ અને ઔ દ્યોગિક તાલીમ મંત્રી રહી ચૂક્યા છે.

પંજાબમાં શીખ ચહેરાને જ મહત્વ
પંજાબના મુખ્યમંત્રી પદ માટે એક શીખ ચહેરો મહત્વનો છે. અહીં ક્યારેય શીખ સમુદાય સિવાયના નેતા મુખ્યમંત્રી રહ્યા નથી. રાજ્યમાં ટોચનું પદ સંભાળવા માટે, નવજોત સિંહ સિદ્ધુ સાથે સંકલન કરવું અને સંગઠનને સાથે લેવાનું પણ મહત્વનું બની ગયું હતું. આ કિસ્સામાં ચરણજીત સિંહ ચન્ની વધારે યોગ્ય નેતા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સિદ્ધુ મુખ્યમંત્રીતરીકે સુખજિંદર સિંહ રંધાવાના પ્રસ્તાવથી વધારે ખુશ નહોતા, ત્યારબાદ પાર્ટીએ અ નિર્ણય અંગે ફેરવિચારણા કરી.

ચરણજીત સિંહ ચન્ની રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે
એવું કહેવાય છે કે ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખૂબ નજીક છે અને તેમને વિશ્વાસપાત્ર પણ માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. દેશમાં પંજાબમાં સૌથી વધુ દલિત મતો હોવાથી કોંગ્રેસે મુખ્યમંત્રી માટે તેમની પસંદગી કરીને ભાજપ, અકાલી દળ, બસપા અને આમ આદમી પાર્ટીની વ્યૂહરચનાને તોડવાનો પ્રયાસ કર્યો છે. પંજાબમાં લગભગ 35 ટકા દલિત મત છે અને લગભગ 34 વિધાનસભા બેઠકો પર તેમનો પ્રભાવ છે. સાથે જ મુખ્યમંત્રી દલિત ચહેરો હોવાને કારણે તેની અસર હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ દેખાઈ શકે છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati