પ્રેમિકાએ પ્રેમી માટે ઘર વેચ્યુ, પૈસા આપ્યા, પ્રેમીએ તેને અને તેના ત્રણ બાળકોને મોત આપ્યું, UPના હત્યાકાંડનું મુંબઈ કનેક્શન

ઉત્તરપ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી. તેમણે મેરી વિશે માહિતી મેળવી. આ પછી તે થાણેના મુમ્બ્રા પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ પોલીસે મુબારક અલીની કડકાઈથી પૂછપરછ કરી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો.

પ્રેમિકાએ પ્રેમી માટે ઘર વેચ્યુ, પૈસા આપ્યા, પ્રેમીએ તેને અને તેના ત્રણ બાળકોને મોત આપ્યું, UPના હત્યાકાંડનું મુંબઈ કનેક્શન
સાંકેતીક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 11:32 PM

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં 11 સપ્ટેમ્બરના રોજ એક 35 વર્ષીય મહિલા અને તેના ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. અચાનક ચાર મૃતદેહો મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં પોલીસ આ મૃતદેહો કોના છે તે જાણી શકી ન હતી. પોલીસે તપાસ આગળ વધારી તો કાયદાના હાથ આરોપીના ગળા સુધી પહોંચી જ ગયા. આરોપીની ધરપકડ થતાં જ સત્ય બહાર આવ્યું જેને જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં બનેલી આ ઘટનાનું કનેક્શન મુંબઈને અડીને આવેલા થાણેથી નિકળ્યું.

પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાનું નામ મેરી કત્રાયન હતું. તે થાણેના મુમ્બ્રામાં એક દુકાનમાં કામ કરતી હતી. નનુક ઉર્ફે મુબારક અલી પણ આ જ દુકાનમાં કામ કરતો હતો. મુબારક અલી પરણિત હતો. તેમ છતાં તેને મેરી સાથે પ્રેમ સંબંધ હતો. મેરીએ એક વર્ષ પહેલા તેના પતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા હોવાથી તેણીએ મુબારક અલીનો પ્રેમ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

મેરીએ મુબારક માટે શું ન કર્યું, મુબારકે મેરી સાથે શું કર્યું?

મેરીએ પ્રેમ તો કરી લીધો હતો પણ તેને ખબર નહોતી કે મુબારક તેની સાથે રમત રમી રહ્યો છે. મેરીએ મુબારકના પ્રેમમાં પોતાનું ઘર વેચી દીધું. તેણે મુબારકને જરૂર પડે ત્યારે પૈસા આપ્યા. તે મુબારક અલીને વારંવાર લગ્ન કરવાનો આગ્રહ કરતી હતી, પરંતુ મુબારક ટાળતો હતો.

મુબારક પહેલેથી જ પરિણીત હતો અને તેણે આ સંબંધ લગ્ન માટે નહીં પણ અય્યાશી માટે બનાવ્યો હતો. પરંતુ જ્યારે મેરીએ લગ્ન માટે દબાણ કરવાનું ચાલુ રાખ્યું, ત્યારે મુબારક અલીએ કાયમી માટે મેરીનું સમાધાન કરવાનું નક્કી કર્યું.

મુબારક અલીએ મેરી અને તેના ત્રણ બાળકોની હત્યા કરી હતી

મુબારક અલીએ લગ્ન માટે મેરીની જીદ્દને કાયમ માટે સમાપ્ત કરવાનું કાવતરું રચ્યું. તે મેરી અને તેના ત્રણ બાળકોને ફોસલાવીને ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં લઈ ગયો. ત્યાં તેણે તેના અન્ય સાથીઓની મદદથી મેરી અને તેના ત્રણ બાળકોની હત્યા કરી.

તેઓ 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈથી યુપીના બહરાઈચ માટે રવાના થયા હતા. 10 સપ્ટેમ્બરે ત્યાં પહોંચ્યા, ત્યાં મુબારક અલીના બાકીના સાથીઓ તૈયાર બેઠા હતા. બહરાઈચ પહોંચતા મુબારક અલી અને તેના સાથીઓએ હત્યાને અંજામ આપ્યો. આ હત્યાકાંડના બીજા જ દિવસે મુબારક અલી મુંબઈ જવા રવાના થયો.

પોલીસે આરોપીને આ રીતે પકડ્યો

યુપી પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. જેમ જેમ પુરાવા મળતા ગયા અને પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ. આખરે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી. તેમણે મેરી વિશે માહિતી મેળવી. આ પછી તેઓ થાણેના મુમ્બ્રા પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ પોલીસે મુબારક અલીની કડકાઈથી પૂછપરછ કરી તો આરોપી તૂટી ગયો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલીસે મુબારક અલી અને તેના બે સાથીઓ સામે પણ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો :  Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે,’ ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">