અમારા કેટલાક ધારાસભ્યો ભાજપની સાથે બેઠા છે, પાયલોટ જૂથને નિશાને લેતા ગેહલોત

|

Oct 02, 2022 | 11:52 AM

અશોક ગેહલોતે ગાંધી જયંતિ નિમિત્તે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી એક લીટીનો ઠરાવ પસાર કરવાની પરંપરા છે, પરંતુ રાજસ્થાનમાં તેનું પાલન થયું નથી, જેનું મને દુઃખ છે. સીએમએ કહ્યું કે 80-90 ટકા ધારાસભ્યો કેમ નારાજ થયા, તે શોધવું જોઈએ.

અમારા કેટલાક ધારાસભ્યો ભાજપની સાથે બેઠા છે, પાયલોટ જૂથને નિશાને લેતા ગેહલોત
Ashok Gehlot, Chief Minister of Rajasthan

Follow us on

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) 25 સપ્ટેમ્બરે જયપુરમાં ધારાસભ્યો દ્વારા નિરીક્ષકોની બેઠકના બહિષ્કાર અને એક લીટીના ઠરાવની પરંપરાનું પાલન ન કરવા પર ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. ગાંધી જયંતિના અવસર પર જયપુર સચિવાલયમાં મીડિયા સાથે વાત કરતા ગેહલોતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં વર્ષોથી એક લીટીનો ઠરાવ પસાર કરવાની પરંપરા છે, પરંતુ રાજસ્થાનમાં તેનું પાલન થઈ શક્યું નથી, જેનો મને અફસોસ છે. રાજસ્થાનના મુખ્યમંત્રીના પ્રશ્ન પર ગેહલોતે ફરીથી કહ્યું કે હું મુખ્યમંત્રી રહીશ કે નહીં તેનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ કરશે.

આ સિવાય સીએમ ગેહલોતે રવિવારે ઘટનાક્રમને યાદ કરતા કહ્યું કે, ધારાસભ્ય દળની બેઠક બાદ 80-90 ટકા ધારાસભ્યો કેમ નારાજ થયા, તેનું સંશોધન થવું જોઈએ અને ધારાસભ્યોએ રાજીનામું કેમ આપ્યું તે શોધવું જોઈએ. ગેહલોતે કહ્યું કે જ્યારે કોઈ મુખ્યમંત્રીને રાજ્યમાથી જવાનું થાય છે ત્યારે 80-90 ટકા ધારાસભ્યોનો સાથ છોડવાનું કારણ શું છે તે જાણવું જોઈએ. CMએ કહ્યું કે, આખરે નવા મુખ્યમંત્રીનું નામ આવતા જ લોકોમાં રોષ કેમ છવાઈ ગયો, કેવી રીતે ખબર પડી ?

નિરીક્ષકો પર પણ સવાલો ઉભા થયા છે

સીએમએ વધુમાં જણાવ્યું હતું કે પક્ષના નિરીક્ષકો હાઈકમાન્ડના પ્રતિનિધિ છે અને ધારાસભ્યોએ નિરીક્ષકોની બેઠકનો બહિષ્કાર કર્યો હતો, આવી સ્થિતિ કેમ ઉભી થઈ જેના પર અમારે વિચારવું પડશે.
ગેહલોતે કહ્યું કે નિરીક્ષકોનો મામલો હાઈકમાન્ડનો છે, આવી સ્થિતિમાં નિરીક્ષકોએ તે પ્રમાણે કામ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે ગેહલોતે અજય માકનની ભૂમિકા પર સવાલ ઉઠવવાની સાથે તેનો જવાબ પણ આપ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભાજપે સરકારને તોડવાના પ્રયાસો કર્યા

ગેહલોતે વધુમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશથી લઈને મધ્યપ્રદેશ સુધીની સરકારો તોડી પાડવાનું કામ ભાજપે કર્યું છે અને રાજસ્થાનમાં પણ તેણે પ્રયાસ કર્યા છે. પરંતુ અમારા ધારાસભ્યોએ તેને સફળ થવા દીધા નથી. સીએમએ કહ્યું કે અમારી સરકારને પછાડવા માટે ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અમારા ધારાસભ્યો વેચાયા ન હતા અને છેલ્લી ઘડી સુધી સરકારને ટેકો આપ્યો હતો.

સીએમએ કહ્યું કે બધા જાણે છે કે ભાજપ સરકારને તોડી પાડવા માંગે છે, આવી સ્થિતિમાં ધારાસભ્યોએ બળવો કરવાનું યોગ્ય માન્યું. પાયલોટ જૂથ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે બધા જાણે છે કે કેટલાક ધારાસભ્યો અમિત શાહ, ઝફર ઈસ્લામ અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠા હતા અને ભાજપ સરકારને તોડવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યો હતો, તેથી અન્યને સ્વીકારવાને બદલે ધારાસભ્યોએ બળવો કર્યો અને તેને યોગ્ય માન્યું. ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે તે પદના લાયક છે, તેમની પાસે 50 વર્ષનો રાજકીય અનુભવ છે.

Next Article