Rajasthan: લગ્નમાં બિન બુલાયે બારાતીઓએ ઉડાવી પોલીસતંત્રની ઉંઘ, સંબંધી બનીને લગાવે છે લાખોની ચપત

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પાંચ લગ્નમાંથી ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની ચોરીની ઘટનાઓ સામે આવી છે. ગેંગ સાથે સંકળાયેલા લોકો વર કે કન્યાના પરિવારના સભ્ય હોવાનો ઢોંગ કરીને લગ્નમાં પ્રવેશે છે અને ગુનાને અંજામ આપે છે.

Rajasthan: લગ્નમાં બિન બુલાયે બારાતીઓએ ઉડાવી પોલીસતંત્રની ઉંઘ, સંબંધી બનીને લગાવે છે લાખોની ચપત
In guise of bride’s kin, man visits weddings and steals gift money
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 4:58 PM

રાજસ્થાનમાં (Rajasthan) લગ્નોમાં બિનઆમંત્રિત મહેમાનોએ પોલીસ વિભાગની ઊંઘ હરામ કરી દીધી છે. હકીકતમાં વર-કન્યાના પરિવાર વતી લગ્નમાં આવીને લૂંટ ચલાવનાર ટોળકીએ પોલીસના નાકે દમ લાવી દીધો છે. રાજસ્થાનના ભરતપુર (Bharatpur) જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પાંચ લગ્નમાંથી ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની ચોરીની ઘટનાઓ સામે આવી છે, જે બાદ પોલીસ પ્રશાસન સક્રિય થઈ ગયું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ સાથે સંકળાયેલા લોકો વર કે વરરાજાના પરિવારના સભ્ય તરીકે લગ્નમાં પ્રવેશ કરે છે અને સંબંધીઓ અને મિત્રો પાસેથી ભેટો અને પૈસા ભેગા કરે છે અને લગ્ન પછી તમામ સામાન પેક કરીને ભાગી જાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભરતપુર પોલીસને છેલ્લા બે અઠવાડિયામાં આવા 5 લગ્નોમાં એક જ પ્રકારની લૂંટની માહિતી મળી છે. આ અંગે માહિતી આપતાં ભરતપુર સર્કલ ઓફિસર સતીશ વર્માએ જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં અટલબંદ, કોતવાલી અને નાદબાઈ પોલીસ સ્ટેશનમાં આવી લૂંટની ઘટનાઓ સંદર્ભે કેસ નોંધ્યા છે જેમાં લગ્નસ્થળોમાંથી લોકોના પર્સ અને ભેટસોગાદોની ચોરી થઈ હતી. આ સાથે જ પોલીસે લગ્ન દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યા છે.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે લગ્ન સમારંભમાં આ પ્રકારની લૂંટ પાછળ કોઈ ટોળકીનો હાથ હોઈ શકે છે. વર્માએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં ચોરી થઈ હતી તે ત્રણ લગ્નોના સીસીટીવી ફૂટેજમાં માત્ર એક જ વ્યક્તિ જોવા મળી છે. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે કોઈની ધરપકડ બાદ જ જાણી શકાશે કે આ પાછળ કોઈ મોટી ગેંગ સામેલ છે કે કેમ. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં આવી 5 ચોરીની ઘટનાઓ સામે આવી છે, જોકે આ રીતે વધુ ચોરીની ઘટનાઓ બની શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પોલીસે જણાવ્યું હતું કે ભરતપુરના ગોપાલ મેરેજ હોમમાં 5 ફેબ્રુઆરીએ આયોજિત લગ્નમાં લૂંટ કરનાર વ્યક્તિએ પોતાને વરરાજાના મામાના મિત્ર તરીકે ઓળખાવ્યો હતો અને ભીડને કારણે જાતે જ ભેટો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ લગ્ન RAC જવાનની પુત્રીના હતા, જેમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.

એ જ રીતે નાદબાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, આરોપી પોતાને વરરાજાનો મિત્ર કહે છે. પોલીસનું કહેવું છે કે આ તમામ ઘટનાઓમાં આરોપીઓ લગ્ન સમારોહ શરૂ થવાના ઘણા સમય પહેલા પહોંચી જાય છે અને પછી સામાન લૂંટી લે છે.

આ પણ વાંચો – UP Election-2022: આગ્રામાં પ્રિયંકા ગાંધીના રોડ શો બાદ કોંગ્રેસના ઉમેદવાર સહિત 2,500 લોકો સામે નોંધાયા કેસ , ભાજપ અને સપાના ઉમેદવાર સામે પણ નોંધાઈ FIR

આ પણ વાંચો – Arunachal Pradesh: કેવી રીતે અરુણાચલના ગામમાં 31 પરિવારો રાતોરાત બની ગયા કરોડપતિ!

g clip-path="url(#clip0_868_265)">