Rajasthan: ‘ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા વિવાદનો અંત આવ્યો? ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા

|

Nov 29, 2022 | 7:47 PM

કોંગ્રેસ (Congress) સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક બાદ ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં બધા એક છે, અમે બંને નેતાઓ પાર્ટીની સંપત્તિ છીએ અને સાથે મળીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવીશું.

Rajasthan: ભારત જોડો યાત્રાના આગમન પહેલા વિવાદનો અંત આવ્યો? ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા

Follow us on

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ બાદ ભારત જોડો યાત્રાની તૈયારીઓની બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પહેલીવાર એક મંચ પર સાથે દેખાયા હતા. મીટિંગ બાદ લાંબા સમય પછી ગેહલોત અને પાયલટે એકસાથે મીડિયા સાથે વાત કરી. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક બાદ ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં બધા એક છે, અમે બંને નેતાઓ પાર્ટીની સંપત્તિ છીએ અને સાથે મળીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવીશું.

રાહુલ ગાંધીની યાત્રાનું પૂરા ઉત્સાહ અને તાકાત સાથે સ્વાગત કરવામાં આવશે: સચિન પાયલટ

સચિન પાયલટે કહ્યું કે, રાજસ્થાનમાં રાહુલ ગાંધીની યાત્રાનું પૂરા ઉત્સાહ અને તાકાત સાથે સ્વાગત કરવામાં આવશે. પાયલોટે કહ્યું કે આ યાત્રા રાજ્યમાં 12 દિવસ પસાર કરશે જે તમામ વર્ગના લોકોની ભાગીદારી સાથે ઐતિહાસિક યાત્રા હશે. આ મીટીંગમાં પહોચતા પાયલોટ-ગેહલોતે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને બંનેએ એકતાનો સંદેશો આપ્યો હતો. મીટિંગ પહેલા જ સીએમ અશોક ગેહલોતે રાહુલ ગાંધીની સંપત્તિની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બંને નેતાઓ સંપત્તિ છે, તો આમાં કહેવા માટે હવે કંઈ બાકી નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

રાહુલ ગાંધીની યાત્રા ઐતિહાસિક રહેશે: સચિન પાયલટ

સચિન પાયલોટે બેઠક બાદ કહ્યું કે, રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા સકારાત્મક સંદેશ સાથે જશે અને રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ભાજપ રાહુલ ગાંધીની મુલાકાતથી નર્વસ છે અને તેની પાસે કહેવા માટે કંઈ નથી. પાયલોટે કહ્યું કે હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું, આપણે બધા સાથે મળીને યાત્રાને સફળ બનાવીશું.

અમે બધા એક છીએ: અશોક ગેહલોત

ભારત જોડો યાત્રા અંગે અશોલ ગેહલોતે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી દેશમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ નિકળ્યા છે, જેનું સર્વત્ર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રાએ દેશની અંદર ચાલી રહેલા પડકારો સામે વાતાવરણ ઊભું કર્યું છે.

એકતાનો સંદેશ આપતી વખતે, ગેહલોતે ફરીથી પુનરોચ્ચાર કર્યો કે જ્યારે રાહુલ ગાંધીએ અમને બંને નેતાઓને સંપત્તિ કહ્યું છે, ત્યારે અમારી પાર્ટીનો નિયમ રહ્યો છે કે દરેક નેતાના સંદેશને સ્વીકારે. ગેહલોતે કહ્યું કે હવે અમારી સામે 2023નો પડકાર છે અને અમે બધા એક થઈને ચૂંટણી લડીશું.

Published On - 7:20 pm, Tue, 29 November 22

Next Article