Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ
મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં દુખાવો થતા જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
Rajasthan : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ( Sawai Mansingh Hospital)દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવો થતા તેમને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
અશોક ગેહલોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની (Ashok gehlot) તબિયત અચાનક બગડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રી ગેહલોતે (Ashok gehlot) ટ્વિટ કર્યું, “હું કોવિડ પછીની અસરને કારણે ગઈકાલથી બીમાર છું અને મારી છાતીમાં તીવ્ર પીડા થઈ રહી છે.તેથી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મારી એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ કે હું ખુશ છું કે મારી સારવાર એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે, હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ. તમારી બધી પ્રાર્થના અને આશીર્વાદ મારી સાથે છે.”
Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in my chest. Just got my CT NGO done in SMS hospital.Angioplasty will be done.I am happy that I’m getting it done at SMS Hospital.I am fine & will be back soon.Your blessings & well wishes r with me.
— Ashok Gehlot (@ashokgehlot51) August 27, 2021
તમને જણાવી દઈએ કે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો 29 એપ્રિલના રોજ COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓને આઈસોલેટ કરવામાં આવ્યા હતા.જો કે સ્વસ્થ થયા બાદ તે તેમના નિવાસ સ્થાનથી જ કામ કરતા હતા.
આ પણ વાંચો: corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા