ખાનગી ટ્રેનો ચલાવવા માટે રેલવે ફરી શરૂ કરશે હરાજી પ્રક્રિયા, દેશના 100 રૂટ પર 150 ટ્રેનો દોડાવવાની યોજના

|

Dec 14, 2021 | 9:00 PM

સરકારના અગાઉના પ્રયાસમાં ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો ન હતો, જેના કારણે આ વર્ષે નવેમ્બરમાં તે યોજના રદ કરવામાં આવી હતી. પરંતુ હવે સરકાર આ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવા જઈ રહી છે અને રેલવેએ આ માટે 100 રૂટ પણ ઓળખી લીધા છે.

ખાનગી ટ્રેનો ચલાવવા માટે રેલવે ફરી શરૂ કરશે હરાજી પ્રક્રિયા, દેશના 100 રૂટ પર 150 ટ્રેનો દોડાવવાની યોજના
terminal station ( File photo)

Follow us on

ભારત સરકાર (Government of India) ફરી એકવાર ખાનગી ટ્રેન (Private train) ચલાવવાનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ પ્રસ્તાવ પર ખાનગી કંપનીઓ પાસેથી બીડ માગવામાં આવશે. ગયા વર્ષે પણ સરકારે આવો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરોના (Corona)ને કારણે કંપનીઓના ઓછા રસને કારણે પ્રસ્તાવ સફળ થઈ શક્યો ન હતો. તેથી તેને ફરી લેવામાં આવી રહ્યો છે. આ માટે રેલવે (Railways)એ દેશમાં 100 એવા રૂટની ઓળખ કરી છે, જેના પર ખાનગી ટ્રેનો દોડી શકે છે.

 

અહેવાલ મુજબ દેશના લગભગ 100 ઓળખાયેલા રૂટ પર ખાનગી ટ્રેનો ચલાવવા માટે હરાજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ માટે રેલવેએ એક મોટો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જે અંતર્ગત ખાનગી કંપનીઓ દ્વારા ટ્રેનનું સંચાલન કરાવીને મુસાફરોને સુવિધા આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેલવેની પોલિસી એવી રીતે બનાવવામાં આવી રહી છે કે તે રોકાણકારોની સુવિધા અનુસાર હોય અને ખાનગી કંપનીઓ ટ્રેન ચલાવવા માટે રોકાણ કરી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નાણાકીય વર્ષથી 150 ટ્રેનોની હરાજી કરવામાં આવશે.

 

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

સમગ્ર પ્રોજેક્ટની કિંમત 70 હજાર કરોડથી વધુ

સરકારના અગાઉના પ્રયાસમાં ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો ન હતો. જેના કારણે આ વર્ષે નવેમ્બરમાં તે યોજના રદ કરવામાં આવી હતી, પરંતુ હવે સરકાર આ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવા જઈ રહી છે અને રેલવેએ 100 એવા રૂટની પણ ઓળખ કરી છે જેના પર ખાનગી ટ્રેનો દોડી શકે છે. આ અંગે સરકાર રેલવે અને ખાનગી કંપનીઓ સાથે પરામર્શનો રાઉન્ડ શરૂ થયો છે. આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત 70 હજાર કરોડથી વધુ છે.

 

રેવન્યુ શેરિંગ મોડલ વિશે ચર્ચા

રેવન્યુ શેરિંગ મોડલ પર કંપનીઓ અને રેલવે વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ટ્રેનોના સંચાલનથી થતી કમાણી રેલવે અને કંપનીઓ વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે તે અંગે વિગતવાર ચર્ચા થઈ રહી છે. અગાઉની યોજનામાં ખાનગી કંપનીઓને આ મુદ્દે વાંધો હતો. જેથી આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નાણાકીય વર્ષમાં એપ્રિલથી હરાજીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. 100 રૂટ પર 150 ખાનગી ટ્રેનો દોડાવવાની તૈયારી ચાલી રહી છે.

 

જે કંપની હરાજીમાં બિડ જીતશે તેને ચોક્કસ રૂટ પર ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ 100 રૂટ એ જ છે જેની ઓળખ ગત વખતે પણ કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવાયું છે કે કંપનીઓની સલાહ લેવામાં આવી રહી છે અને જે નવી દરખાસ્તો કરવામાં આવશે તેમાં ભવિષ્યના બજેટનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.

 

ગયા વર્ષે 30,000 કરોડનું ટેન્ડર આવ્યું હતું

ગયા વર્ષે જુલાઈમાં રેલવેએ ખાનગી કંપનીઓ માટે રૂ. 30,000 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. આમાં 109 જોડી ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે ખાનગી કંપનીઓને સંચાલન માટે આપવાના હતા. આ ટેન્ડરને 12 ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યું હતું. 12 ક્લસ્ટરો માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ મળી હતી. આમાં IRCTC અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરફથી માત્ર ત્રણ ક્લસ્ટરોને નાણાકીય બિડ મળી હતી.

 

ખાનગી ટ્રેનો ચલાવવામાં પ્રારંભિક રસ દર્શાવતી કંપનીઓમાં IGMR હાઈવેઝ, IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ, ક્યુબ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલસ્પન એન્ટરપ્રાઈઝીસનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીઓ ભાડા અને રૂટ અંગે ચિંતિત છે અને ચાર્જ, રેક ચાર્જ અને કન્સેશન પિરિયડ અંગે સ્પષ્ટ નિયમો ઈચ્છે છે, જેથી પછીથી કોઈ મુશ્કેલી ન પડે.

 

આ પણ વાંચો: Omicron: ખૂબ જ ઝડપથી ફેલાય છે ઓમિક્રોન, ભારતમાં ઓમિક્રોનની લહેર આવશે તો હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાશે

 

આ પણ વાંચો: Corona: છેલ્લા 1 વર્ષમાં દુનિયાભરમાં સંક્રમિત થયા 19.9 કરોડ લોકો, 34 લાખ દર્દીઓના થયા મોત, જાણો અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવી વેક્સિન

Next Article