લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી ? લંડનમાં રાહુલ ગાંધીએ શું કહ્યુ હતું જુઓ Video
લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે ભારત વિશે અભિપ્રાય આપ્યો હતો, જેમાં તેમણે લોકશાહીના મૂળને નબળા કરવા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. આરોપ છે કે તેમણે લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી.
કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી બોલે છે ત્યારે હોબાળો મચી જાય છે. લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે ભારત વિશે અભિપ્રાય આપ્યો હતો, જેમાં તેમણે લોકશાહીના મૂળને નબળા કરવા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. આરોપ છે કે તેમણે લોકશાહી બચાવવા માટે વિદેશની મદદ લીધી હતી. જોકે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના નિવેદનને ખોટા સંદર્ભ અને શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Breaking News: રાહુલ ગાંધીનો મોટો સવાલ, અદાણી પાસે 20,000 કરોડ રૂપિયા ક્યાથી આવ્યા ?
આ બધાની વચ્ચે એવા સમાચાર છે કે તેમણે વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની સામે લંડનની મુલાકાત પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે કહ્યું કે તેમણે કોઈ ત્રીજા દેશની દખલગીરીની વાત નથી કરી, માત્ર દેશમાં લોકતંત્રની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ તેમણે કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે અને તેનો ઉકેલ શોધીશું.
રાહુલ ગાંધીની સંસદમાં સ્પીચ
રાહુલ ગાંધીએ લંડનમાં શું કહ્યું હતુ
પોતાની સ્પષ્ટતામાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે દેશમાં લોકતંત્રની સ્થિતિ પર જ સવાલ ઉઠાવ્યા છે. G20ના ભારતના અધ્યક્ષપદ માટે બોલાવવામાં આવેલી વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે અને અમે તેનો ઉકેલ લાવીશું.’ શરૂઆતના સત્રમાં રાહુલ ગાંધીએ કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ અંતે તેમણે ઘણા વિષયો પર બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અન્ય સાંસદોએ પણ સંદર્ભ બહારની વાત કરી હતી. આ અંગે ભાજપના સાંસદોએ તેમને અટકાવ્યા હતા અને અન્ય વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
રાહુલ ગાંધીની લંડનમાં સ્પીચ
રાહુલ ગાંધીએ લોકશાહીથી લઈને વિપક્ષનો અવાજ દબાવવા સુધીના અનેક આરોપો લગાવ્યા હતા. રાહુલે લંડનમાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી ખતરામાં છે. મારી પાસે મારા ફોનમાં પેગાસસ પણ હતું. મને અધિકારીઓએ ફોન પર ધ્યાનથી વાત કરવાની સલાહ આપી હતી. કારણ કે ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. તેમણે કહ્યું, ‘ભારતમાં લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એવા કેસોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બિલકુલ બનતા નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.