Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Rahul Gandhiને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, Modi સરનેમ કેસમાં સજા પર લાગી રોક

Supreme Court Modi Surname : છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી મોદી સરનેમ કેસમાં ફસાયો છે. આ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું છે કે આ કેસમાં અરજદારની સરનેમ મોદી નથી. ચાલો જાણીએ આ કેસની મહત્વની અપડેટ.

Breaking News : Rahul Gandhiને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, Modi સરનેમ કેસમાં સજા પર લાગી રોક
rahul gandhi modi surname case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 2:03 PM

Delhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ( Rahul Gandhi) સંસદની સદસ્યતા રદ કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી માટે અડધા કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના વકીલોને બોલવા માટે 15-15 મિનિટનો સમય મળ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેની સજા પર રોક લગાવી છે.

રાહુલ ગાંધી તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે તેમણે સમગ્ર સમુદાયનું અપમાન કર્યું નથી, આવા કિસ્સામાં માત્ર રાહુલને જ આવી સજા મળી છે.રાહુલ ગાંધી તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલે દલીલ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જે લોકોની સરનેમનો ઉપયોગ કર્યો છે તે 13 કરોડના સમુદાયમાંથી કોઈએ દાવો કર્યો નથી, પરંતુ તેમાં માત્ર ભાજપના નેતાઓ જ દાવો કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 22-03-2025
IPL 2025ના એક દિવસ પહેલા દેશ છોડીને ચાલ્યો ગયો ગૌતમ ગંભીર
હાઈકોર્ટના જજ નો પગાર કેટલો હોય છે? જસ્ટિસ યશવંત વર્માના કેસ બાદ ઉઠી ચર્ચા
IPLમાં શ્રેયસની કેપ્ટનશીપનો કોઈ જવાબ નથી, રોહિત-વિરાટ રહી ગયા પાછળ
AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'

વકીલે કહ્યું કે અરજદારની અસલી અટક મોદી નથી, તે મોઢ અટક પરથી મોદી બની ગયા છે. તેણે એવી દલીલ પણ કરી હતી કે સાક્ષીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાહુલે સમગ્ર સમુદાયનું અપમાન કર્યું નથી.

આ પણ વાંચો : અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત, કિરણ રિજીજુએ શેયર કર્યા ‘MATSYA 6000’ના અંદરના દ્રશ્યો

આ પણ વાંચો : Haryana violence: હિંસા બાદ નૂહ SP વરુણ સિંગલની બદલી, લોકોને ઘરોમાંથી નમાજ અદા કરવા કરાઈ અપીલ

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ કોઈ અપહરણ, બળાત્કાર કે હત્યાનો મામલો નથી, આવું બહુ ઓછું થયુ છે કે આવા કેસમાં 2 વર્ષની સજા થઈ હોય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને અટકાવતા કહ્યું કે તમે અહીં રાજકીય ચર્ચા ન કરો, તેને રાજ્યસભા માટે સાચવો. આ જોઈને સિંઘવી પણ હસી પડ્યા. રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે અરજદાર પાસે રાહુલ ગાંધી વિરૂદ્ધ કોઈ પુરાવા નથી, દાખલ કરવામાં આવેલી ફરિયાદ પણ અખબારના કટિંગના આધારે છે જે વોટ્સએપ પર મળી આવી હતી.

આ પણ વાંચો : આગ્રા-મથુરામાં પણ મસ્જિદોની તપાસ થવી જોઈએ, દેવકીનંદને કહ્યું- સર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે

શું છે સમગ્ર કેસ ?

આ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જેના કારણે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.  તે સજા પૂરી થયાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરી હતી.

વર્ષ 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલીમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ મામલે પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી, રાહુલે માફી માંગવાની ના પાડી દીધી અને કોર્ટે તેમને સજા ફટકારી. સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

તેમને અહીંથી પણ રાહત મળી ન હતી અને માર્ચમાં, જ્યારે ગુજરાત સરકારે નિર્ણયને યથાવત રાખ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલે પોતાનો સત્તાવાર બંગલો પણ ખાલી કરી દીધો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી
ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી
XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ
XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
માલધારી સમાજની બહેનોએ આ સ્થળે કર્યો અદ્દભૂત હુડો રાસ, બન્યો રેકોર્ડ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
આ લોકડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો થયો વરસાદ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી રોફ જમાવતો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">