
ચેન્નાઈ: સીમાંકન બિલના મુદ્દે DMKનું સમર્થન મેળવવા માટે INDIA બ્લોકે પોતાની રાજકીય કવાયત તેજ કરી છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને TMC પ્રમુખ મમતા બેનર્જી સહિત વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ રવિવારે ચેન્નાઈ પહોંચ્યા હતા. તમામ નેતાઓનો મુખ્ય હેતુ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન સાથે મુલાકાત કરીને સીમાંકન બિલ વિરુદ્ધ સમર્થન મેળવવાનો છે.
જોકે, વિપક્ષી નેતાઓ સાથેની બેઠક પહેલાં જ એમ.કે. સ્ટાલિન પોતાના નિવાસસ્થાનેથી હોસ્પિટલ જવા રવાના થયા હતા. તેઓ હોસ્પિટલમાં પોતાની માતાને મળવા પહોંચ્યા હતા. આ ઘટનાને પગલે INDIA બ્લોકના નેતાઓ સાથેની તેમની બેઠક યોજાશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. જોકે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે 3 વાગ્યે સ્ટાલિન અને INDIA બ્લોકના નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે INDIA બ્લોકના વરિષ્ઠ નેતાઓ એમ.કે. સ્ટાલિન સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ સ્ટાલિનને DMK તરફથી સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલનો વિરોધ કરવા અપીલ કરશે. રાહુલ ગાંધીએ લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાની સરકારની દરખાસ્ત સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે, આ પગલું લોકશાહી વ્યવસ્થાને નબળી પાડી શકે છે. જોકે, બીજી તરફ DMK અગાઉથી જ સીમાંકન બિલના મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કરી ચૂકી છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં એમ.કે. સ્ટાલિનને ‘ભાઈ’ તરીકે સંબોધતા જણાવ્યું હતું કે દેશના હિત, તમિલનાડુના હિતો અને બંધારણની રક્ષા માટે આ બિલ વિરુદ્ધ તમામે એકજૂથ થઈને લડવું જરૂરી છે. તેના જવાબમાં સ્ટાલિને ખાતરી આપી હતી કે DMK હંમેશા તમિલનાડુ અને ત્યાંના લોકોના હિતોને સર્વોચ્ચ સ્થાન આપશે.
Car Safety Tips: ચાલતી કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગે તો તરત જ કરો આ કામ