ઉજ્જૈનમાં રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યુ- નોટબંધી-GSTએ લોકો અને નાના વેપારીઓની કમર તોડી નાખી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bhavesh Bhatti

Updated on: Nov 29, 2022 | 8:59 PM

રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલ નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ સામાન્ય લોકોની, ખાસ કરીને નાના વેપારીઓની કમર તોડી નાખી છે. ભગવાન મહાકાલના દર્શન કર્યા બાદ ગાંધી ઉજ્જૈનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

ઉજ્જૈનમાં રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યુ- નોટબંધી-GSTએ લોકો અને નાના વેપારીઓની કમર તોડી નાખી
Rahul Gandhi

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલ નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ સામાન્ય લોકોની, ખાસ કરીને નાના વેપારીઓની કમર તોડી નાખી છે. ભગવાન મહાકાલના દર્શન કર્યા બાદ ગાંધી ઉજ્જૈનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા આગળ વધી રહી છે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે કોવિડ-19 વિરોધી લોકડાઉન દરમિયાન લાંબા અંતર સુધી જતા મજૂરો, ખેડૂતો અને નાના વેપારીઓ વાસ્તવિક તપસ્વી છે તેઓ (ભાજપ) નથી.

માત્ર ચાર-પાંચ ઉદ્યોગપતિઓને જ લાભ મળી રહ્યો છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, મેં ભારત જોડો યાત્રામાં કૂચ કરીને કોઈ તપ કર્યું નથી. કોવિડ-19 લોકડાઉન દરમિયાન લાંબા અંતરની મુસાફરી કરનારા મજૂરો, લોકો માટે અનાજનું ઉત્પાદન કરતા ખેડૂતો અને નાના વેપારીઓ દેશના વાસ્તવિક તપસ્વી છે. તેમણે કહ્યું કે કમનસીબે તે લોકોને લાભ નથી મળી રહ્યો અને માત્ર ચાર-પાંચ ઉદ્યોગપતિઓને જ લાભ મળી રહ્યો છે.

યુવાનોને રોજગારથી વંચિત રાખ્યા: રાહુલ ગાંધી

રાહુલે કહ્યું, નાના દુકાનદારો અને વેપારીઓ દેશમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે, પરંતુ તેમની મહેનતને માન્યતા આપવામાં આવતી નથી. તેમના ખિસ્સામાંથી પૈસા છીનવીને ચાર-પાંચ ઉદ્યોગપતિઓના હાથમાં આપવામાં આવે છે. મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું કે આવા છેતરપિંડીઓએ સખત મહેનત કરવા છતાં યુવાનોને રોજગારથી વંચિત રાખ્યા છે. મીડિયા લોકોને વાસ્તવિકતા બતાવવા માંગતો હતો પરંતુ તેના હાથ બંધાયેલા હોવાથી તે તેમ કરી શક્યું ન હતું.

ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનામાં કેટલાક ફેરફારો આવ્યા: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી તેમની મહત્વાકાંક્ષી પદયાત્રાના ભાગરૂપે 2,000 કિલોમીટરથી વધુનું અંતર કાપીને રવિવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં પહોંચ્યા હતા. ભારત જોડો યાત્રા એ એક જનસંપર્ક પહેલ છે જે રાહુલ ગાંધી દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનામાં કેટલાક ફેરફારો જોઈ રહ્યા છે, જેમાં વધુ ધીરજ અને અન્યને સાંભળવાની ક્ષમતા સામેલ છે. યાત્રા દરમિયાન તેમની સૌથી સંતોષકારક ક્ષણ વિશે પૂછવામાં આવતા ગાંધીએ કહ્યું કે, ઘણી બધી ક્ષણ છે, પરંતુ તેમાંથી યાદ કરુ તો યાત્રાને કારણે મારી ધીરજ ખૂબ વધી ગઈ છે.

તેમણે કહ્યું, બીજી વાત એ છે કે હવે હું 8 કલાકમાં પણ ચિડાતો નથી, ભલે કોઈ મને ધક્કો મારે કે ખેંચે. મને કોઈ વાંધો નથી, પહેલા હું માત્ર બે કલાકમાં પણ ચિડાઈ જતો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, જો તમે યાત્રામાં ચાલી રહ્યા હોય અને પીડા અનુભવો, તો તમારે તેનો સામનો કરવો પડશે, તમે હાર માની શકતા નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati