Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર

|

Aug 07, 2021 | 12:11 PM

રવિન્દ્રનાથ ટાગોરનું 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું. ત્યારે આજે તેમની પુણ્યતિથી નિમિતે તેમનાં જીવનસંદેશાને યાદ કરીએ.

Rabindranath Tagore Death Anniversary: જાણો રવિન્દ્ર ટાગોરના જીવન વિશે, તેમની પુણ્યતિથી નિમિતે તેમના જીવન સંદેશ પર કરો એક નજર
Rabindranath Tagore (File Photo)

Follow us on

Rabindranath Tagore : નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની આજે પુણ્યતિથી છે. રવિન્દ્રનાથ ટાગોર એક સારા કવિ, નાટ્યકાર, લેખક, સંગીતકાર, ફિલસૂફ, ચિત્રકાર અને સમાજ સુધારક હતા અને તે બાર્ડ ઓફ બંગાળ (Board OF Bengal) તરીકે પણ જાણીતા છે. તેમણે બંગાળી સાહિત્ય અને સંગીતને (Music) નવો આકાર આપ્યો છે. ઉપરાંત, તેમણે ભારતીય સંસ્કૃતિના પુનર્જીવનને ઉજાગર કરવામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી અને તેમને આધુનિક ભારતના આર્કિટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રવિન્દ્રનાથ ટાગોરના નાટકો, કૃતિઓ દ્વારા આજે પણ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રેરણા મળે છે. તેમની રચનાઓ અંગ્રેજી (English), જર્મન(German), ડચ, સ્પેનિશ અને અન્ય યુરોપિયન ભાષાઓમાં વ્યાપકપણે અનુવાદિત કરવામાં આવી છે. એટલું જ નહીં, ભારતીય અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત સિવાય શ્રીલંકાનું રાષ્ટ્રગીત પણ તેમના કાર્યથી પ્રેરિત છે.

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં (Kolkata) એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે આઠ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કર્યું અને 16 વર્ષ સુધીમાં તેમણે તેમની પ્રથમ નોંધપાત્ર કવિતાઓ (Poem) બહાર પાડી હતી. આપને જણાવવું રહ્યું કે, 7 ઓગસ્ટ, 1941 ના રોજ 80 વર્ષની ઉંમરે તેનું મુત્યુ થયુ હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની નિમિતે તેમના દ્વારા લખાયેલા કેટલાક જીવન સંદેશાઓને યાદ કરીએ

“હું આશાવાદીનું મારું પોતાનું સંસ્કરણ બની ગયો છું. જો હું તેને એક દરવાજાથી ન બનાવી શકું, તો હું બીજા દરવાજામાંથી પસાર થઈશ અથવા હું એક દરવાજો બનાવીશ.”

“મૃત્યુ પ્રકાશને ઓલવી રહ્યું નથી, તે માત્ર દીવો પ્રગટાવે છે.”

“સંગીત બે આત્માઓ વચ્ચે અનંત ભરે છે.”

“પ્રેમ કબજાનો દાવો નથી કરતો, પણ સ્વતંત્રતા આપે છે.”

 

આ પણ વાંચો: Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર

આ પણ વાંચો: Damini lightning alert: છેલ્લા બે દાયકામાં વીજળી પડવાની ઘટનાઓમાં થયો વધારો, જાણો ‘દામિની’ લાઈટનિંગ એપ વિશે

Published On - 12:04 pm, Sat, 7 August 21

Next Article