AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર

ભારતમાં એક દિવસમાં 44,643 નવા કેસ સામે આવતા, ચેપના કેસોની કુલ સંખ્યા 3,18,56,757 પર પહોંચી ગઈ છે.જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. ઉપરાંત અબુ ધાબીના આરોગ્ય વિભાગે 1,520 નવા કોરોના કેસની પુષ્ટિ કરી છે.

Covid 19: દેશમાં આજે પાંચ ફલાઈટ્સ અબુ ધાબી માટે ઉડાન ભરશે, ઇતિહાદ એરવેઝે સમયપત્રક કર્યું જાહેર
india etihad airways announces services from 5 indian cities from today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:53 AM
Share

Covid 19:  આ મહિને UAE જવાની યોજના બનાવી રહેલા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. અબુ ધાબીની રાષ્ટ્રીય કેરિયર ઇતિહાદ એરવેઝે (Etihad Airways)શુક્રવારે આરબ રાષ્ટ્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ (Prohibition)હળવો કર્યા છે. ભારત-સંયુક્ત આરબ અમીરાતની ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું છે.

ઇતિહાદ એરવેઝે જણાવ્યું હતું કે, તે 7 ઓગસ્ટથી પાંચ ભારતીય શહેરોથી ફ્લાઇટનું(Flights) સંચાલન કરશે. જાહેરાત મુજબ, એતિહાદ ચેન્નઈ, કોચી, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ અને નવી દિલ્હીથી 7 થી 9 ઓગસ્ટ વચ્ચે સેવાઓ શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત, એરવેઝે જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટથી તે યુએઈની મુસાફરી માટે ત્રણ વધારાના શહેરો અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઈથી પણ ફ્લાઇટ્સ શરૂ કરશે. જો કે માર્ગદર્શિકા (Guideline) અનુસાર, મુસાફરોએ ફ્લાઇટની ઉડાન પહેલા RT PCR ટેસ્ટ કરવો જરૂરી રહેશે.ઉપરાંત પરીક્ષણ માટે મંજૂર થયેલ સિટી લેબમાં જ મુસાફરોએ જવાનું રહેશે. આ સાથે જ રિપોર્ટમાં QR કોડ પણ જરૂરી રહેશે.

ભારતમાં એક દિવસમાં 44 હજારથી વધુ કેસ

ભારતમાં આરોગ્ય વિભાગ (Indian Health Department)દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, એક દિવસમાં 44,643 નવા કેસો આવવાના કારણે કોરોના કેસોની કુલ સંખ્યા 3,18,56,757 પર પહોંચી ગઈ છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. ઉપરાંત વધુ 464 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.જેથી, મૃત્યુઆંક વધીને 4,26,754 થયો છે. સક્રિય દર્દીઓની સંખ્યા કુલ કેસોના 1.30 ટકા છે. જો કે કોવિડ -19 નો રિકવરી રેટ 97.36 ટકા સુધી પહોંચ્યો છે.

જ્યારે અબુ ધાબીની(Abhudhani) વાત કરવામાં આવે તો, આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ અબુ ધાબીમાં 1,520 નવા કોરોના વાયરસ કેસની પુષ્ટિ થઈ છે.જ્યારે, સંયુક્ત આરબ અમીરાતમાં નોંધાયેલા કેસોની કુલ સંખ્યા 690,009 પર પહોંચી ગઈ છે. ઉપરાંત કોવિડ -19 ને કારણે 2 લોકોના મૃત્યુ પણ થયા છે, જેનાથી દેશમાં મૃત્યુની કુલ સંખ્યા 1,969 થઈ ગઈ છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદ જિલ્લામાં 1700 બાળકો જોખમી, સર્વેમાં બહાર આવી વિગતો

આ પણ વાંચો: કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ફરી ઓછો થઈ શકે છે સમયગાળો, 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે લેવાઈ શકે છે નિર્ણય

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">