Damini lightning alert: છેલ્લા બે દાયકામાં વીજળી પડવાની ઘટનાઓમાં થયો વધારો, જાણો ‘દામિની’ લાઈટનિંગ એપ વિશે

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિહાર, પંજાબ, ચંદીગઢ, સિક્કિમ, મણિપુર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વર્ષ 2019 ની સરખામણીમાં 2020 માં વીજળી પડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

Damini lightning alert: છેલ્લા બે દાયકામાં વીજળી પડવાની ઘટનાઓમાં થયો વધારો, જાણો 'દામિની' લાઈટનિંગ એપ વિશે
lightning activity shows increasing trend over india in past two decades
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 9:23 AM

Damini lightning alert: કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દેશમાં ખાસ કરીને ઉત્તર -પૂર્વ, પૂર્વ અને દ્વીપકલ્પ વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ છેલ્લા બે દાયકામાં વધી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે લોકસભામાં (Loksabha) વીજળી પડવાની ઘટનાઓ પર પૂછવામાં આવેલા સવાલ પર જણાવ્યું હતું કે, મધ્ય ભારતમાં નજીવો વધારો થયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019 ની સરખામણીમાં 2020 માં વીજળી પડવાની ઘટનાઓમાં 25 ટકાનો વધારો થયો છે. જો કે, 2021 માં જૂન સુધીના આંકડામાં તે 2020 ની સરખામણીમાં 10 ટકા ઓછો છે.

‘દામિની’ લાઈટનિંગ એપ

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રીએ (Dr.Jitendra Sinh) આ બાબતે જણાવ્યું હતું કે, આકાશી વીજળીના બનાવો પર નજર રાખવા માટે વર્ષ 2020 માં ‘દામિની’ લાઈટનિંગ એપ(Damini Lightning Application) તૈયાર કરવામાં આવી હતી.ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, “આ એપ વીજળીની તમામ ઘટના પર નજર રાખે છે અને જો કોઈ વ્યક્તિ પાસે વીજળી પડવાની ઘટના બને છે, તો આ એપ તેને 20 કિમી અને 40 કિમીની ત્રિજ્યામાં જીપીએસ દ્વારા જાણ કરે છે. ઉપરાંત આ એપ વીજળી પડતા વિસ્તારોમાં લેવાતી સાવચેતીઓ વિશે સંપૂર્ણ માહિતી પુરી પાડે છે.”

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે,વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી (Indian Institute of Tropical Meteorology) એ વીજળી પડવાની ઘટનાની ચોક્કસ તપાસ માટે દેશભરમાં 83 સ્થાનો પર લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે.

IITM પર સ્થાપિત આ નેટવર્કનું મુખ્ય પ્રોસેસર નેટવર્કમાંથી સિગ્નલ (Network Signal) મેળવે છે અને 500 મીટરથી ઓછી ચોકસાઈ સાથે વીજળીના સ્થળ વિશે જાણકારી આપે છે. આપને જણાવવું રહ્યું કે,આ નેટવર્કનું આઉટપુટ ભારતીય હવામાન વિભાગ (IMD) અને રાજ્ય સરકારો સાથે જોડવામાં આવ્યું છે.

વીજળી પડવાની ઘટનાએ તાપમાનમાં થતા વધારા સાથે સંબંધિત

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,વીજળી પડવાની ઘટનાઓમાં થતો વધારો પૃથ્વીના વધતા તાપમાન (Temperature) સાથે પણ સંબંધિત છે. હવામાન વિભાગ વીજળી, તોફાન અને સંબંધિત ઘટનાઓ માટે 5 દિવસ અગાઉથી આગાહી અને ચેતવણી આપે છે. માહિતી અનુસાર, બિહાર, પંજાબ, ચંદીગઢ, સિક્કિમ, મણિપુર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વર્ષ 2019 ની સરખામણીમાં 2020 માં વીજળી પડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર વર્ષ 2019 માં સમગ્ર દેશમાં આકાશમાંથી જમીન પર વીજળી પડવાની કુલ 47,69,160 ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 2020 માં તે વધીને 63,30,139 થઈ ગઈ. આ વર્ષે જૂન સુધીમાં 27,87,076 વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. જો કે કેટલાક રાજ્યો (States)અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્ષ 2019 ની સરખામણીમાં 2020 માં આવી ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, ગોવા, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મેઘાલયનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Jammu Kashmir: બડગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર મરાયો

આ પણ વાંચો:Vaccination: એક જ દિવસમાં 43 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની રસી, દેશમાં 50 કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">