સરહદથી 50 કિ.મી.ના વિસ્તારમાં BSFને અપાયેલા સર્ચ-ઘરપકડના અધિકારોથી ડર્યુ પંજાબ-પશ્ચિમ બંગાળ

|

Oct 14, 2021 | 6:15 PM

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં સીમા સુરક્ષા દળના (BSF) અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. આસામ સરકારે આ નિર્ણયને આવકાર્યો છે, જ્યારે પંજાબ અને પશ્ચિમ બંગાળે, આ નિર્ણયને સંઘીય ઢાંચા પર હુમલો ગણાવ્યો છે. ચાલો જાણીએ શા માટે આ નિર્ણય પર રાજકીય ઉહાપોહ મચ્યો છે ...

સરહદથી 50 કિ.મી.ના વિસ્તારમાં BSFને અપાયેલા સર્ચ-ઘરપકડના અધિકારોથી ડર્યુ પંજાબ-પશ્ચિમ બંગાળ

Follow us on

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ ( BSF ) ના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. કાયદામાં સુધારો કરીને, સરકારે બીએસએફને પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામની આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરના બદલે 50 કિમીના વિશાળ વિસ્તારમાં શોધ ( Search ), જપ્તી ( seizure ) અને ધરપકડ ( arrest ) કરવાની સત્તા આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સરહદી રાજ્યોમાં રાજકારણ ગરમાયું છે. આસામે આ નિર્ણયને આવકાર્યો છે, જ્યારે પંજાબ અને પશ્ચિમ બંગાળે તેને “સંઘીય માળખા પર હુમલો” ગણાવ્યો છે.

કેન્દ્રના આદેશથી શું બદલાયું ..?

(1) કેન્દ્રએ બીએસએફને ( BSF ) પંજાબ, ( Punjab ) પશ્ચિમ બંગાળ ( West Bengal ) અને આસામમાં (Assam ) આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરની અંદર શોધ, જપ્તી અને ધરપકડ કરવાની સત્તા આપી છે. અગાઉ આ રેન્જ 15 કિલોમીટર સુધીની જ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

(2) કેન્દ્રએ પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાતના વિસ્તારોમાં (Gujarat border) આ રેન્જ 80 કિમીથી ઘટાડીને 50 કિમી કરી દીધી છે. જ્યારે, રાજસ્થાનમાં 50 કિમી સુધીની વિસ્તાર મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

(3) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 11 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પાસપોર્ટ એક્ટ, ફોરેનર્સ રજિસ્ટ્રેશન એક્ટ, સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકશે.

(4) બીએસએફને ફોરેનર્સ એક્ટ (Foreigners Act ) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (Foreign Exchange Management Act), કસ્ટમ્સ એક્ટ (Customs Act) અથવા અન્ય કોઈ સેન્ટ્રલ એક્ટ હેઠળ શિક્ષાપાત્ર કોઈપણ ગુનાની રોકથામ માટે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવશે.

(5) પાંચ પૂર્વોત્તર રાજ્યો – મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સનું કાર્યક્ષેત્ર 30 કિલોમીટર ઘટાડવામાં આવ્યું છે. આ રાજ્યોમાં બીએસએફનું કાર્યક્ષેત્ર અગાઉ 80 કિમી સુધી હતું.

(6) બીએસએફના સૌથી નીચલા ક્રમના અધિકારી હવે મેજિસ્ટ્રેટના આદેશ અને વોરંટ વગર પણ પોતાની સત્તા અને ફરજો નિભાવી શકે છે.

(7) બીએસએફ ઓફિસર હવે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકે છે જે કોઈપણ ગુનામાં સામેલ છે, અથવા જેની સામે યોગ્ય ફરિયાદ કરવામાં આવી છે, અથવા ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચોઃ

નારાયણી નમોસ્તુતે : વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યની 18 મહિલાઓનું સન્માન, જાણો આ વિશિષ્ટ મહિલાઓ વિશે

આ પણ વાંચોઃ

Aryan Khan Drug : કોર્ટે 20 ઓક્ટોબર સુધી નિર્ણય અનામત રાખ્યો, આર્યન ખાન હજુ 6 દિવસ જેલની હવા ખાશે

Next Article