AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab News: પંજાબમાં ભૂતકાળ પાછો માથુ ઉંચકી રહ્યો છે ! ભિંડરાનવાલેના નક્શેકદમ પર અમૃતપાલ, પંજાબ પોલીસ ઝુકી ગઈ ખાલિસ્તાની સમર્થકો સામે

હિંસક વિરોધ બાદ પોલીસને 'વારિસ પંજાબ દે' સામે ઝુકવું પડ્યું હતું. પોલીસનું કહેવું હતું કે તે લવપ્રીત તુફાનને છોડી દેશે. પોલીસે અપહરણના કેસમાં તુફાનની ધરપકડ કરી છે. અમૃતપાલ સિંહ વિશે કહેવાય છે કે તે ભિંડરાનવાલેના પગલે ચાલી રહ્યા છે

Punjab News: પંજાબમાં ભૂતકાળ પાછો માથુ ઉંચકી રહ્યો છે ! ભિંડરાનવાલેના નક્શેકદમ પર અમૃતપાલ, પંજાબ પોલીસ ઝુકી ગઈ ખાલિસ્તાની સમર્થકો સામે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:16 AM
Share

પંજાબનું શિક્ષણ સંગઠન ‘વારિસ પંજાબ દે‘ ચર્ચામાં છે. સંગઠનના વડા અમૃતપાલ સિંહે તેમના સમર્થકો સાથે ગુરુવારે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં તેમના એક સાથીને જેલમાંથી મુક્ત કરવાની માગ સાથે હંગામો મચાવ્યો હતો. સમર્થકો પોલીસની સામે બંદૂકો અને તલવારો લહેરાવતા જોવા મળ્યા હતા. તેઓએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હંગામો મચાવ્યો અને પોલીસ તમાશો જોતી રહી. એક કલાક સુધી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ હંગામા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું પંજાબમાં નવા જરનૈલ સિંહ ભિંડરાનવાલાનો જન્મ થયો છે?

હિંસક વિરોધ બાદ પોલીસને ‘વારિસ પંજાબ દે’ સામે ઝુકવું પડ્યું હતું. પોલીસનું કહેવું હતું કે તે લવપ્રીત તુફાનને છોડી દેશે. પોલીસે અપહરણના કેસમાં તુફાનની ધરપકડ કરી છે. અમૃતપાલ સિંહ વિશે કહેવાય છે કે તે ભિંડરાનવાલેના પગલે ચાલી રહ્યા છે. જો તેના પર અંકુશ નહીં આવે તો તે પંજાબ માટે મોટો ખતરો બની રહ્યો છે. અમૃતપાલ પણ પોતાના લુક દ્વારા પોતાને ભિંડરાવાલે જેવો બતાવવાનો પૂરો પ્રયાસ કરે છે. હંગામા બાદ અમૃતપાલ સિંહ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા.

કોણ છે અમૃતપાલ સિંહ?

હવે ચાલો જાણીએ કે કોણ છે અમૃતપાલ સિંહ? અમૃતપાલનો જન્મ અમૃતસર જિલ્લાના જલ્લુપુર ખેડા ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.10 વર્ષ પહેલા અમૃતપાલ દુબઈ ગયો હતો. દુબઈથી પરત ફર્યા બાદ તેમણે સૌથી પહેલા ‘વારિસ પંજાબ દે’ સંગઠનની કમાન સંભાળી. સંગઠનમાં સક્રિય થયા બાદ અમૃતપાલે ધીમે ધીમે ખાલિસ્તાની અભિયાનને હવા આપવાનું શરૂ કર્યું. રાજ્યના અનેક શહેરોમાં આવેલી સરકારી ઓફિસોની બહાર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લખેલા જોવા મળ્યા.

વારિસ પંજાબ દે શું છે?

‘વારિસ પંજાબ દે’ રાજ્યમાં એક સંગઠન તરીકે કામ કરે છે. 2021માં સ્થપાયેલી આ સંસ્થાનો હેતુ યુવાનોને શીખ ધર્મના માર્ગ પર લાવવાનો અને પંજાબને જગાડવાનો છે. આ સંગઠનની સ્થાપના પંજાબી અભિનેતા સંદીપ સિંહ ઉર્ફે દીપ સિંધુએ કરી હતી. દીપ સિંધુ ખેડૂત આંદોલનમાં એક મોટા ચહેરા તરીકે ઉભરી આવી હતી. લાલ કિલ્લા પર ચડવાની અને ખાલસા પંથનો ધ્વજ તેના કિલ્લા પર મૂકવાનો પ્રયાસ કર્યો. ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ દીપ સિદ્ધુનું નિધન થયું હતું.

g clip-path="url(#clip0_868_265)">