શું સુખજિંદર રંધાવા બનશે પંજાબના નવા મુખ્યપ્રધાન ? પાર્ટીએ કરેલી ભલામણ પર સોનિયા ગાંધી લેશે અંતિમ નિર્ણય

|

Sep 19, 2021 | 4:03 PM

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલ્યું છે. પાર્ટીના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સોનિયા ગાંધી દ્વારા લેવામાં આવશે.

શું સુખજિંદર રંધાવા બનશે પંજાબના નવા મુખ્યપ્રધાન ? પાર્ટીએ કરેલી ભલામણ પર સોનિયા ગાંધી લેશે અંતિમ નિર્ણય
Sukhjinder Randhawa (File Photo)

Follow us on

Punjab Crisis : કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે હજુ સુધી કોઈ નામ સામે આવ્યુ નથી. ત્યારે મળતી માહિતી મુજબ, કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ કોંગ્રેસ હાઇકમાન્ડને (Congress High Command) મોકલ્યું છે. પાર્ટીના આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સોનિયા ગાંધી (Sonia Gandhi) દ્વારા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ અંબિકા સોનીને સીએમ પદની ઓફર કરવામાં આવી હતી,પરંતુ તેમણે આ ઓફરને ઠુકરાવી દીધી હતી.

બે નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે પણ વિચારણા

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સુખજિંદર ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી (Deputy Minister) બનાવવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં અરુણા ચૌધરી અને ભારત ભૂષણને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પંજાબના ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ AICC એ મુખ્યમંત્રી પદ માટે સુખજિંદર રંધાવાનું  (Sukhjinder Randhawa)નામ સૂચવ્યું હતું. ત્યારે નવા મુખ્યપ્રધાનની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

હાઈ કમાન્ડને સુખજિંદર રંધાવાનું નામ મોકલ્યા બાદ કોંગ્રેસના નેતાઓનો રંધાવાના ઘરે જમાવડો

પંજાબ કોંગ્રેસે હાઈ કમાન્ડને સુખજિંદર રંધાવાનું નામ મોકલ્યા બાદ ધારાસભ્યો સહિત કોંગ્રેસના નેતાઓ રંધાવાના ઘરે પહોંચી રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ પણ રંધાવાના ઘરે પહોંચ્યા હતા,ત્યારે હાલ રંધાવાના નામ અંગે માત્ર જાહેરાત થવાની જ બાકી હોય તેવું લાગી રહ્યુ છે.પંજાબમાં અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સુખજિંદર સિંહ રંધાવાએ જણાવ્યું હતું કે તેઓને ક્યારેય કોઈ પણ પદના લાલચ રહી નથી. તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી હતી કે જ્યારે તેમનું નામ સંભવિત દાવેદારોમાં લેવામાં આવી રહ્યું હતુ.

 

ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે રાજીનામું (Resign) આપી દીધું હતુ, તેમણે ધારાસભ્યોની વારંવાર બેઠક બોલાવીને અપમાનજનક મહેસુસ થવાનું કારણ આપીને આ પદ પરથી રાજીનામું આપ્યુ છે.

 

આ પણ વાંચો: Punjab Crisis: પંજાબ કોંગ્રેસમાં કકળાટ યથાવત, સોનિયા ગાંધીએ નામ સુચવ્યુ, અંબિકા સોનીએ ના પાડી

આ પણ વાંચો:  Punjab Crisis : સિદ્ધુની ગુગલીથી અમરિંદર ક્રિઝની બહાર ! 5 મહિના પછી નક્કી થશે કોંગ્રેસનો આ દાવ કેટલો યોગ્ય

Next Article