Video: જે શીખ રેજિમેન્ટમાં એક સમયે ફરજ બજાવી હતી, એના જ જવાનો સાથે ઝુમ્યા CM અમરિંદર સિંહ

|

Jul 23, 2021 | 5:22 PM

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં મુખ્યમંત્રી દેશના જવાનો વચ્ચે ડાન્સ કરી રહ્યા છે.

Video: જે શીખ રેજિમેન્ટમાં એક સમયે ફરજ બજાવી હતી, એના જ જવાનો સાથે ઝુમ્યા CM  અમરિંદર સિંહ
Punjab CM Amarinder Singh breaks into dance with jawans of Sikh regiment in which he had served

Follow us on

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે દેશના બહાદુર સૈનિકો સાથે સંગીત ધૂન પર નાચતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રી દેશના જવાનો વચ્ચે ડાન્સ કરી રહ્યા છે.

ગુરુવારે આર્મીની શીખ રેજિમેન્ટનો 175 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. કેપ્ટન અમરિંદર સિંહ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને પંજાબી ગીતો પર સૈનિકો સાથે ડાન્સ પણ કર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અમરિંદરસિંહે 1963 થી 1969 ની વચ્ચે આર્મીની આ જ શીખ રેજિમેન્ટની બીજી બટાલિયનમાં સેવા આપી હતી. કેપ્ટન સૈન્યના કાર્યક્રમોમાં અવારનવાર ભાગ લેતા હોય છે. આ કાર્યક્રમમાં પહોંચતાં જ કેપ્ટનનું સૈનિકો દ્વારા ‘જો બોલે સો નિહાલ … ના નારા સાથે સ્વાગત કરાયું હતું.

સમાચાર એજન્સી ‘એએનઆઈ’ એ આ વિડીયોને ટ્વીટ કર્યો છે. આ વિડીયોમાં પંજાબના મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં 2 શીખ રેજિમેન્ટના સૈનિકો સાથે નજરે પડે છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જવાનો સીએમની હાજરીમાં ખૂબ ઉત્સાહિત છે. સૈનિકોએ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા હતા.

કેપ્ટન અમરિંદર સિંહના જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 11 માર્ચ 1942 માં શાહી પરિવારમાં થયો હતો. તેઓ મહારાજા યાદવવિંદર સિંહના પુત્ર છે. તેમની શિક્ષા વૈલહૈમ બોયઝ સ્કૂલ, સ્ન્નાવર સ્કૂલ અને દૂન સ્કૂલમાંથી થઇ હતી.

પરિવારમાં તેમની પત્ની પરનીત કૌર વર્ષ 2009 થી 2014 સુધી કેન્દ્રીય મંત્રી રહી. કેપ્ટન અમરિંદરની બહેન હેમિન્દર કૌરના લગ્ન પૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહ સાથે થયા હતા. કેપ્ટન સિંહે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને ભારતીય સૈન્ય એકેડેમીમાં જોડાયા પછી 1963 માં સૈન્યમાં જોડાયા. બાદમાં તેમણે વર્ષ 1965 માં રાજીનામું આપ્યું હતું. પરંતુ જ્યારે 1965 માં, પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થયું, ત્યારે તેઓ ફરીથી સૈન્યમાં જોડાયો અને કેપ્ટન તરીકે શીખ રેજિમેન્ટમાં યુદ્ધમાં ભાગ લીધો.

હાલમાં પંજાબના મુખ્યમંત્રી પદ પર રહેલા કેપ્ટન અમરિંદર સિંહ એક સમય ભારતીય આર્મીમાં હતા. એટલું જ નહીં તેઓ એક શાહી પરિવારથી આવે છે. આર્મીથી જુનો સંબંધ હોવાને નાતે કદાચ ભારતીય વીર જવાનો વચ્ચે જઈને કેપ્ટન પોતાની જાતને ડાંસ કરતા ના રોકી શક્યા. કેપ્ટન અમરિંદર સિંહના આવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી પાર્ટીમાં તેમને ડાન્સ કરતા તો તેમને લોકોએ ગીતો ગાતા પણ જોયા છે.

 

આ પણ વાંચો: આગામી વર્ષે બંધ કરાશે પ્લાસ્ટિકની આ ચીજવસ્તુઓ, સરકારે સંસદમાં રજુ કર્યો પ્લાન

આ પણ વાંચો: Photos: ચીનમાં 1000 વર્ષ પછી ભયંકર વરસાદ, હોસ્પિટલોમાં ભરાયા પાણી, ટ્રેનમાં ડૂબ્યા લોકો

Next Article