Vaccination: 10 કરોડથી પણ વધુ Covishieldના ડોઝ તૈયાર, સિરમ ઈન્સ્ટીટ્યુટે કોરોના વેક્સિનનું પ્રોડકશન કર્યું તેજ

|

Jun 27, 2021 | 9:44 PM

21 જૂનથી શરૂ થયેલ દેશવ્યાપી મફત કોવિડ-19 રસીકરણ અભિયાન (covid-19 vaccination) પછી છેલ્લા 6 દિવસ દરમિયાન ભારતમાં દરરોજ સરેરાશ 69 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

Vaccination: 10 કરોડથી પણ વધુ Covishieldના ડોઝ તૈયાર, સિરમ ઈન્સ્ટીટ્યુટે કોરોના વેક્સિનનું પ્રોડકશન કર્યું તેજ

Follow us on

Vaccination: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (Serum Institute of India)એ પોતાનું વચન પૂરું કરતાં જૂન દરમિયાન અત્યાર સુધીમાં કોવિશિલ્ડ રસીના 10 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન કર્યું છે. કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર (Covid-19 Third wave)ને ધ્યાનમાં રાખીને ભારતમાં રસીકરણની (Vaccination) ગતિ વધારી દેવામાં આવી છે.

 

21 જૂનથી શરૂ થયેલ દેશવ્યાપી મફત કોવિડ-19 રસીકરણ અભિયાન (covid-19 vaccination) પછી છેલ્લા 6 દિવસ દરમિયાન ભારતમાં દરરોજ સરેરાશ 69 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોવિડ રસીના 32.17 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

પુણેના સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા આપવામાં આવેલી માહિતીને ટાંકતા ભારતના ડ્રગ નિયામકે જણાવ્યું હતું કે કંપનીએ કોવિશિલ્ડ રસીની 45 બેચ કસૌલીની સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરીમાં (Central Pharmaceutical Laboratory) મોકલ્યા છે, જેમાં 10.80 કરોડ ડોઝ શામેલ છે. જેને આ જૂનમાં જારી કરવામાં આવશે. કંપનીના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક, પ્રકાશકુમાર સિંહે મે મહિનામાં ગૃહપ્રધાન અમિત શાહને જૂન દરમિયાન રસીના 10 કરોડથી વધુ ડોઝ આપવાની ખાતરી આપી હતી.

 

રાજ્યોમાં 1.15 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ

તે જ સમયે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રસીના 31.51 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલમાં રસીના 1.15 કરોડથી વધુ ડોઝ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસની 64,25,893 રસી આપવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં રસીકરણની કુલ સંખ્યા 32,17,60,077 થઈ ગઈ છે.

 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,040 નવા કેસ

કોરોનાના કેસો વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 50,040 નવા કેસો આવ્યા પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,02,33,183 થઈ ગઈ છે. ઉપરાંત, 1,258 નવા મૃત્યુ પછી મૃત્યુઆંક વધીને 3,95,751 થઈ ગઈ છે. 57,944 નવા ડિસ્ચાર્જ પછી ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,92,51,029 પર પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 5,86,403 છે.

 

આ પણ વાંચો : Health: તમે કેટલા કલાક ઉંઘ લો છો? જાણો કેટલી ઉંમરના વ્યક્તિએ કેટલા કલાક ઉંઘ લેવી જોઈએ?

 

Published On - 9:42 pm, Sun, 27 June 21

Next Article