ખાનગી શાળાઓ, પોતાને ત્યાંથી મોંઘા પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ ખરીદવા વાલીઓને દબાણ નહી કરી શકે

|

May 06, 2022 | 9:31 AM

દિલ્લીની ખાનગી શાળાઓએ (Delhi Private School), તેમની નજીકની ઓછામાં ઓછી 5 દુકાનોની યાદી બહાર પાડવી પડશે કે જ્યાંથી પુસ્તકો અને કપડાં ખરીદી શકાય. આ આદેશ જાહેર કરીને દિલ્લી સરકારે કહ્યું છે કે અનાદર કરનાર ખાનગી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ખાનગી શાળાઓ, પોતાને ત્યાંથી મોંઘા પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ ખરીદવા વાલીઓને દબાણ નહી કરી શકે
Manish Sisodia

Follow us on

દિલ્લીની ખાનગી શાળાઓ (Private school) હવે વિદ્યાર્થીઓના માતાપિતાને, તેમની પોતાની શાળા- દુકાનોમાંથી પુસ્તકો (Books) અને ગણવેશ (Uniform) ખરીદવા દબાણ કરી શકશે નહીં. શાળાની નજીકમાં પુસ્તકો અને સ્કુલ ડ્રેસ ખરીદી શકાતો હોય તેવી ઓછામાં ઓછી 5 દુકાનોની યાદી દરેક શાળાએ, બહાર પાડવી પડશે, આ આદેશ જાહેર કરીને દિલ્હી સરકારે કહ્યું છે કે અનાદર કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા આદેશોની નકલ દિલ્હીના ડેપ્યુટી સીએમ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી છે.

ખાનગી શાળાઓ પર કાર્યવાહી

દેશની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, ખાનગી શાળાઓની મનસ્વીતાને લઈને વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. શાળાઓમાં પ્રવેશથી લઈને પુસ્તકો અને કપડા ખરીદવા સુધીનું દબાણ વાલીઓ પર કરવામાં આવે છે. આવા સંજોગોમાં દિલ્લીની કેજરીવાલ સરકારે (CM અરવિંદ કેજરીવાલ) આ સંદર્ભમાં આદેશ જાહેર કરીને ખાનગી શાળાઓ પર કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે કે ખાનગી શાળાઓમાં ભણતા બાળકોના માતા-પિતાને હવે શાળાઓ તેમની પોતાની શાળા કે દુકાનોમાંથી પુસ્તકો અને કપડાં ખરીદવાની ફરજ નહી પાડી શકે. અને જો તેઓ આમ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું

દિલ્હીના શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા આદેશોની નકલ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી અને તેની માહિતી આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા લખ્યું છે કે દિલ્હીની ખાનગી શાળાઓ હવે માતાપિતાને તેમની પોતાની શાળા કે દુકાનોમાંથી મોંધા પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ કરી શકશે નહીં. દરેક શાળાએ ઓછામાં ઓછી 5 નજીકની દુકાનોની યાદી બહાર પાડવી પડશે, જ્યાંથી પુસ્તકો અને કપડાં ખરીદી શકાય. આ આદેશનો ભંગ કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

Next Article