દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ભાવનગરની બે શાળાની મુલાકાત લીધી, કહ્યુ ”સ્માર્ટ શાળાનું બોર્ડ લગાવવાશી શાળા સારી નથી થઈ જતી”
મનીષ સિસોદિયાએ (Manish Sisodia) ભાવનગર (Bhavnagar) ની શાળાની મુલાકાત લીધા બાદ કહ્યું કે, તેઓ આવવાના હોવાથી સ્કૂલ બહાર સ્માર્ટ બોર્ડ લગાવી દેવાયા છે અને સ્કૂલની સફાઈ કરવાની કોશિશ કરી છે. પરંતુ સ્માર્ટ શાળાનું બોર્ડ લગાવવાથી શાળા સારી નથી થઈ જતી.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણને (Education) લઈ રાજકારણ ગરમાયેલું છે. ત્યારે હવે દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા (Manish Sisodia) રાજ્યની શિક્ષણ વ્યવસ્થા જોવા ગુજરાત આવેલા છે. સૌથી પહેલા તેમણે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના (Jitu Vaghani) મતવિસ્તાર ભાવનગરમાં આવેલી શાળાની મુલાકાત લીધી. જ્યાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. મનીષ સિસોદિયાએ જે સરકારી શાળા નં. 62ની મુલાકાત લીધી તે ખૂબ જ જર્જરિત (Dilapidated School )હાલતમાં જોવા મળી. ત્યારે શાળાની આવી સ્થિતિ જોઇને મનિષ સિસોદિયાએ કહ્યું કે, ”મેં વિચાર્યું હતું કે શિક્ષણપ્રધાને તેમના વિસ્તારમાં વર્લ્ડક્લાસ સ્કૂલો કરી દીધી હશે, પરંતુ શિક્ષણપ્રધાનના વિસ્તારની શાળામાં જ દિવાલો તૂટેલી છે.. ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ઈમારતો છે”
મનીષ સિસોદિયાએ ભાવનગરની શાળાની મુલાકાત લીધા બાદ કહ્યું કે, તેઓ આવવાના હોવાથી સ્કૂલ બહાર સ્માર્ટ બોર્ડ લગાવી દેવાયા છે અને સ્કૂલની સફાઈ કરવાની કોશિશ કરી છે. પરંતુ સ્માર્ટ શાળાનું બોર્ડ લગાવવાથી શાળા સારી નથી થઈ જતી. શિક્ષણપ્રધાન બાળકોને બેસવા માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી કરી શક્યા. તેમણે ટકોર કરી કે જે લોકોએ ચૂંટીને મોકલ્યા છે તેમનું તો શિક્ષણપ્રધાન ધ્યાન રાખે. લોકો સાથે મજાક ન કરે.
તો મનીષ સિસોદિયા ભાવનગરની અન્ય શાળાની પણ મુલાકાત લીધી હતી. સિદસર કેન્દ્રવત શાળાની તેમણે મુલાકાત લીધી. તો આ શાળાની પણ હાલત આવી જ હતી. શાળામાં ભંગારનો ઢગલો પડ્યો હતો. દિવાલો તૂટેલી હતી અને સાફ સફાઇ પણ નહોતી.
તો શિક્ષણને લઇને ગરમાયેલા રાજકારણને લઇને શિક્ષણમંત્રીના સમર્થકો પણ મેદાનમાં આવી ગયા છે. ભાવનગરની અનેક શાળાઓ જર્જરીત અને તડકામાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો સામે આવ્યા બાદ જીતુ વાઘાણીના સમર્થકોએ કમર કસી લીધી છે. ભાવનગર શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓએ સોશિયલ મીડિયામાં સારી શાળાની તસવીરો વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. “મારી શાળા મારું ગૌરવ” નામે સારી શાળાઓની તસવીરો વાયરલ કરાઈ રહી છે. એક તરફ આપના દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન આજે મનિષ સિસોદીયા શાળાઓની સ્થિતિ જોવા માટે ભાવનગરની મુલાકાતે છે. ત્યારે સોશિયલ મીડિયામાં શાળાઓને લઈ જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો
આ પણ વાંચોઃ Surat : બે મહિનામાં જ ડિજિટલ યુનિવસિર્ટી શરૂ, દેશના કોઇપણ ખૂણામાંથી ઓનલાઇન ભણી વિધાર્થીઓ પદવી મેળવી શકશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો